દક્ષિણ ગુજરાત

વાંકલ -ઝંખવાવ રાજ્ય ધોરીમાર્ગ ઉપર કંટવાવ બસસ્ટેન્ડ પાસે ઈટ ભરેલુ ટ્રેક્ટર પલ્ટી ખાઈ જતા ચાલક-મજૂરોનો આબાદ બચાવ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી

વાંકલ, ઝંખવાવ રાજ્ય ધોરીમાર્ગ ઉપર કંટવાવ પાટીયા પાસે ઈટ ભરેલું ટ્રેક્ટર પલ્ટી ખાઈ જતાં,ચાલક અને મજૂરોનો બચાવ થયો હતો. ટ્રેક્ટર ટ્રેલરમાં ઇટો ભરીને આ માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન આ માર્ગ ઉપર આવતાં કંટવાવ બસ સ્ટેન્ડ પાસે માર્ગ ઉપર મુકેલા સ્પીડ બ્રેકર ઉપર ટ્રેકટર ચઢી જતાં, ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં ટ્રેકટર અને ઈંટો ભરેલું ટ્રેલર માર્ગની બાજુમાં આવેલી ગટરમાં પલ્ટી ખાઈ ગયું હતું. જો કે આ અકસ્માતમાં ટ્રેકટરનાં ચાલકનો અને સાથે બેઠેલાં મજૂરોનો બચાવ થયો હતો. કોઈને પણ કોઈ ગંભીર ઇજાઓ થવા પામી નથી. બનાવની જાણ આસપાસના લોકોને થતાં લોકો એકત્ર થઈ ગયા હતા. અને જે.સી.બી.ની મદદથી પલ્ટી ખાઈ ગયેલાં ટ્રેકટર અને ટેલરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है