દક્ષિણ ગુજરાત

પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં પરિવર્તન પેનલનો ભવ્ય વિજય:

શ્રોત ગ્રામીણ ટુડે ન્યુઝ ડાંગ રામુભાઈ માહલા

ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં પરિવર્તન પેનલનો ભવ્ય વિજય: 

આહવા : આજે ડાંગ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાય હતી, કોરોના મહામારી વચ્ચે ગાઈડ લાઈન અનુરૂપના નિયમોના ચુસ્તપણે પાલન સાથે ચૂંટણી સંપન્ન થઈ હતી. જેમાં પેનલ 2 પરિવર્તન પેનલના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો.જેમાં પ્રમુખ તરીકે દિવ્યેશભાઈ પટેલ, મહામંત્રી ચિંતનભાઈ પટેલ, ખજાનચી દલપતભાઈ પટેલ, આંતરિક અંવેષક કૃણાલભાઈ પટેલનો ભવ્ય વિજય થયો છે અને પેનલ 1 ની કારમી હાર થઈ છે. શિક્ષકોએ એક તરફી વોટિંગ કરીને પાછલા વર્ષોમાં થયેલા કર્યાનો હિસાબ કરી નાખ્યો છે એના માટે પેનલ 2 ની પૂરી ટિમે સમગ્ર ડાંગ જિલ્લાની ટિમનો ખુબ ખુબ આભાર માન્યો છે. અને વિજેતા પરિવર્તન પેનલને ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है