દક્ષિણ ગુજરાત

નર્મદા જિલ્લામાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર, ૫૦ થી ઓછી વયના અને ૫૦ થી વધુ વયના અંદાજીત ૧.૨૦ લાખ જેટલા લોકોને કોવીડ-૧૯ વેક્સીનેશન હેઠળ આવરી લેવાશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના વિરોધી રસીકરણના આજના પ્રથમ દિવસે ૧૦૦ અને તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૪૦ સહિત કુલ ૧૪૦ જેટલાં હેલ્થ કેર વર્કરની કરવામાં આવી પસંદગી:

રાજપીપલા:- દેશવ્યાપી કોરોના વિરોધી રસીકરણના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી. પટેલે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, તા.૧૬ મીના રોજ માન.વડાપ્રધાનશ્રીના હસ્તે સવારે ૧૦:૦૦ થી ૧૦:૩૦ કલાકે કોવીડ-૧૯ વેક્શીનેશનનો ઓનલાઇન લોન્ચીંગ કાર્યક્રમ યોજાશે. ભારત સરકારની માર્ગદર્શિકા પ્રમાણે પ્રથમ તબક્કામાં પ્રાયોરિટી તરીકે હેલ્થકેર વર્કરોને તા.૧૬/૦૧/૨૦૨૧ ના રોજ રાજપીપલા અર્બન હેસ્થ સેન્ટર ખાતે પૂર્વ ધારાસભ્યશ્રી હર્ષદભાઇ વસાવા અને તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી ઉપસ્થિતિ રહેશે.

ડૉ.પટેલે વધું ઉમેર્યું હતું કે, નર્મદા જિલ્લામાં વેક્સીનેશનના કુલ-૫૨૦૦ ડોઝ આપવામાં આવેલ છે, પ્રથમ તબક્કામાં ઓનલાઇન વેક્સીનેશન હેઠળ ૪૨૦૨ જેટલાં હેલ્થ વર્કરોની સાથે સંલગ્ન કર્મચારીઓના નામોની નોંધણી કરાઇ છે, તે તમામને આવરી લઇને ૧૦૦ ટકા કામગીરી થાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામીતે જણાવ્યું હતું કે, રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પ્રથમ દિવસે ૧૦૦ અને તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૪૦ સહિત કુલ ૧૪૦ જેટલાં લોકોને પ્રથમ દિવસે અગ્રતા ક્રમે રસી આપવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है