દક્ષિણ ગુજરાત

દેડીયાપાડા તાલુકાના ભુતબેડા માર્ગ ઉપર બે વાહનોમાં ખેરના લાકડાનો 2 લાખ થી વધુનો મુદામાલ વન વિભાગની ટીમે ઝડપી પાડ્યો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

પ્રાપ્ત માહિતી મુજબ નીરજકુમાર નાયબ વન સંરક્ષકશ્રી નર્મદા નાઓને મળેલ ગુપ્ત બાતમી તથા શ્રી.એ.ડી.ચૌધરી મદદનીશ વન સંરક્ષક નેત્રંગ નર્મદા વન વિભાગ નાં માર્ગદર્શન તથા શ્રી જે.એ.ખોખર રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોરાપાડા નાં નેતૃત્વ હેઠળ વનકર્મી કુ. કે.બી.ગોહિલ , શ્રી.પી.એલ.ગોસાઇ , શ્રી જે.આર.ભુંગળ , શ્રી એમ.આર.વસાવા ધ્વારા તા.૦૮-૧૧-૨૦૨૦ નાં રોજ મધ્ય રાત્રિએ અંદાજે – ૨:૩૦ કલાકની આસપાસ ગારદા – ભુતબેડા રોડ ઉપર નાઇટ પેટ્રોલીંગ કરતાં બે શંકાસ્પદ ટાટા પીકઅપ વાહનો ગારદા થી ભુતબેડા તરફ આવતાં વનકર્મીઓ દ્વારા આ વાહનોને થોભાવતાં વાહન ચાલકોએ પુર ઝડપે વાહનો હંકારી વાહન ચાલકો તથા વાહનમાં રહેલ મજુરો ચાલુ ગાડીએ રાત્રિના અંધારાનો લાભ ઉઠાવી વાહનમાંથી કુદી ફરાર થઇ જતાં વાહનો ટાટા પીકઅપ નંબર GJ – 17 – Y – 0156 તથા અન્ય એક ટાટા પીકઅપ નંબર – GJ – 08 – V – 2693 બીન પાસ પરમીટ વગરનો મુદ્દામાલ ખેર નંગ ૫૫ ઘ.મી .૩.૮૦૮૦ વાહતુક કરતાં આરોપી – ૧ સાથે પકડી ભારતીય વન અધિનિયમ -૧૯૨૦ ની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપી -૧ ને અટક કરી મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે . જેમાં મુદ્દામાલ ખેર નંગ , ૫૫ ઘ.મી .૩.૭૮૦ ની માલ કિમંત રૂા . ૮૮૦૨૮ / – ટાટા મોબાઇલ પીકઅપ વાહન નંગ -૨ ની અંદાજીત કિમંત રૂા .૧૫, 0000 / – સાથે કુલ રકમ રૂા . ૨,૩૮,૦૨૮ / – નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે . જેની આગળની વધુ તપાસ ચાલુ છે .

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है