દક્ષિણ ગુજરાત

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલના હસ્તે પશુ મૃત્યુ સહાય અંતર્ગત ત્રણ પશુપાલનોને ચેક અર્પણ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલના હસ્તે પશુ મૃત્યુ સહાય અંતર્ગત ત્રણ પશુપાલનોને ચેક અર્પણ:

દિનકર બંગાળ, આહવા: તાજેતરમાં પડેલા અતિભારે વરસાદના કારણે ડાંગ જિલ્લામાં વ્યાપક સર્વે હાથ ધરીને અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાની કામગીરીને ભારે વેગ આપવામાં આવ્યો છે. ગત દિવસોમાં ડાંગ જિલ્લાની નદીઓમાં ભારે પૂરની પરિસ્થિતિમાં કુદરતી આપત્તિના કારણે પશુહાનિ ભોગવનાર ત્રણ પશુપાલકોને રાજ્ય સરકાર તરફથી મંજૂર થયેલ કુલ રૂ. ૧૦૧૫૦૦ સહાયના ચેકનું, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી વિજયભાઇ પટેલે સૌ પશુપાલકોને રૂબરૂ મુલાકાત કરી સાંત્વના પાઠવી સહાયનો ચેક અર્પણ કર્યો હતો.

આ પશુપાલકોમાં આહવા તાલુકાના મોગરા ગામના શ્રી અનદભાઇ પવાર, ઘવલીદોડ ગામના શ્રી ઉલસભાઇ જાદવ અને જામલાપાડા ગામના શ્રી શંકરભાઇ મહાલાને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુન્દા ગામના શ્રી સુરેશભાઇ ધૂમને કેટલ શેડના રૂ ત્રણ હજારની પણ ચુકવણું કરવામાં આવ્યું હતું. ગત દિવસોમાં ઘોઘલી ગામના ૧૨ પશુપાલકોને રાજ્ય સરકાર તરફથી મંજૂર થયેલી કુલ રૂ. ૭,૫૪,૫૦૦ની સહાયના ચેકનું પણ વિતરણ કરી દેવામાં આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है