દક્ષિણ ગુજરાત

કર્મચારીઓ દ્વારા “સમાન કામ સમાન વેતન સમાન” અધિકાર બાબતે પ્રાંત અધિકારીને આવેદન સુપ્રત :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા ખાતે આઉટ સોર્સિંગ થી ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા “સમાન કામ સમાન વેતન સમાન” અધિકાર આપવા બાબતે પ્રાંત અધિકારીને આવેદન અપાયું;

ડેડીયાપાડા અને સાગબારા ના આઉટ સોર્સિંગ  થી ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી બંધારણની સમાન કામ સમાન વેતન ની જોગવાઈનું ઉલ્લંઘન કરી 11 માસ ના કરાર આધારિત ( કોન્ટ્રાક્ટ) આઉટ સોર્સિંગ રોજમદાર જેવી નીતિઓ દ્વારા લાખો યુવાનોનું શોષણ કરવામાં આવી રહ્યું છે, જેમાં અત્રેના ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની વિવિધ સરકારી કચેરીઓ અને કોલેજમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર, ડ્રાઇવર ,પટાવાળા , સફાઈ સેવકો અને સિક્યુરિટી ગાર્ડ જેવા અંશકાલીન કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો અને આઉટસોર્સિંગ એજન્સીઓનો સંપૂર્ણ વિરોધ કરવામાં આવ્યો હતો અને આ શોષણભરી અને ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહન આપનારી નીતિઓ નાબૂદ કરી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ રોજમદાર કર્મચારીઓને કાયમી કરવા અને સમાન કામ, સમાન વેતન, સમાન અધિકાર નીતિને સરકારશ્રી દ્વારા વહેલી તકે લાગુ કરવામાં આવે અને આવા તમામ કર્મચારીઓની નીચે મુજબની કેટલીક માંગણીઓ અને રજૂઆતો સ્વીકારવામાં આવે તેવી માંગ કરી હતી.

(1) ગુજરાત સરકારની અંદર કામગીરી કરતા આઉટ સોર્સિંગ કરાર આધારિત અને રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવે અથવા સમાન કામ સમાન વેતન અંતર્ગત તેમની સમાન કેડરના કાયમી કર્મચારીઓની જેમ પગારના તમામ પ્રકારના લાભ આપવામાં આવે.

(2) કાયમી કર્મચારીને મળતી રજાઓના લાભો મેડિકલ કવરના લાભો એલટીસી અને જીવન વીમા ના લાભો આપવામાં આવે.

(3) સરકારી કર્મચારીઓને મળતા જીપીએફ અને સી પી એફ ના લાભો આપવામાં આવે.
(4) તમામ આવા કર્મચારીઓની સેવાપોથી નિભાવવામાં અને તમામ લાભોની તેમાં નોંધ લેવામાં આવે જે કર્મચારી પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી કામગીરી કરી રહ્યા છે તેમને ઉચ્ચતર પગાર ધોરણના લાભો આપવામાં આવે ; 
(5) ગુજરાત રાજ્યની અંદરથી બે વર્ષ માટેના ટૂંકા ગાળાને બાદ કરતા તમામ લાંબા ગાળાની જગ્યાઓ આ યોજનાઓમાં આઉટસોર્સ નાબૂદ થાય અને તેવા તમામ કર્મચારીઓને સરકારના પ્રવાહમાં સમાવી લેવા માં આવે.
આ માંગો સાથે આઉટસોર્સિંગના કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સરકારને રજૂઆત કરવામાં આવી છે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ કાયમ માટે બંધ થાય અને અમે વર્ષોથી કામ કરી રહ્યા છે તો અમને કાયમી કરવામાં આવે અમે જ્યારે કોરોના કાળમાં પણ પોતાના જીવના જોખમમાં પણ નોકરી કરતા હોઈએ છીએ ત્યારે સરકારની પણ ફરજમાં આવે છે અમારી માંગણીઓ વહેલી તકે સ્વીકારે એવી રજૂઆત જ કરી શકીએ છીએ.
આ કર્મચારીઓ દ્વારા સરકાર વિરુદ્ધ કોઈ આંદોલન પણ કરી શકે એમ નથી કેમકે જો આંદોલન કરવા જાય તો એજન્સીઓ દ્વારા એમને છૂટા કરવા નો ડર પણ સતાવતો હોય છે જેથી આ સરકાર દ્વારા આવા કર્મચારીઓનું શોષણ બંધ કરી અને એમને કાયમી નોકરી આપે અને બંધારણ મુજબ સમાન કામ સમાન વેતન અને સમાન અધિકારનો હક આપે એવી લોક માંગ પણ ઉઠી છે હવે જોવું રહ્યું કે સરકાર આ આઉટસોર્સિંગ કર્મચારીઓની માંગણીઓ સ્વીકારે છે કે નહીં?. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है