દક્ષિણ ગુજરાત

તાપી જિલ્લાની  સંકલન સમિતિ અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા સેવાસદનના સભાખંડમાં યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લાની  સંકલન સમિતિ અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા સેવાસદનના સભાખંડમાં યોજાઈ:

વ્યારા-તાપી: તાપી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા સેવાસદનના સભાખંડમાં આજરોજ જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
બેઠકના ભાગ એકની કાર્યવાહી અંતર્ગત પદાધિકારીઓ દ્વારા રજુ થયેલા પ્રશ્નોમાં સાંસ્કૃતિક પ્રવૃતિઓનો હોલ અને રમત-ગમતનું સ્ટેડિયમ, ડોલ્ફિન આઇલેન્ડ, માછીમારોને મશીન બોટ તથા લાઇફ જેકેટ, સખી મંડળની બહેનો દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શનની સુવિધાના પ્રશ્નો સંદર્ભે લેવામા આવેલ પગલાની સમિક્ષા કરવામા આવી હતી. ખાસ કરીને આ પ્રશ્નોમાં ટીબી અને સીકલસેલ અંગે લોકોને જાગૃત કરવાના મુદ્દે આરોગ્ય વિભાગના ડો.કીર્તી ચૌધરીએ જાણકારી આપતા કહ્યુ હતું કે, આગામી તા.૨૪થી “ટીબી મુક્ત ભારત”ના રાષ્ટ્રીય કેમ્પેઇન યોજાનાર છે જેમાં તાપી જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા પણ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સૌને જાગૃત કરવા આ કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું છે.


બેઠકના ભાગ બે માં સરકારી નાણાની વસુલાત માટે અધિકારીઓને કડકાઇથી પગલા લેવા અને ફિલ્ડના સ્ટાફને નિયમિત વસુલાત માટે મોકલવા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ ખાસ તાકીદ કરી હતી. આ ઉપરાંત નાગરિક અધિકાર પત્રો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ અરજીઓના નિકાલ અંગે, પડતર કાગળોની માહિતી, તથા તકેદારી આયોગ તરફથી મળેલી અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરવા અંગે વિસ્તૃત સમીક્ષા કરી તમામ અરજીઓ ગ્રામ્ય સ્તરેથી લઇ અરજીનો યોગ્ય નિકાસલ થાય ત્યા સુધી સમયાંતરે ફોલોઅપ લેવા અધિકારીઓને ખાસ સુચના આપી હતી.
બેઠકની શરૂઆતમાં કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ ૧૩ માર્ચે બાજીપુરા ખાતે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ ‘સહકાર થી સમૃધ્ધિ’ કાર્યક્રમને સુપેરે પાર પાડવા જિલ્લાના તમામ અધિકારી/કર્મચારીશ્રીઓને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં ભવિષ્યમાં પણ આ મુજબના કાર્યક્રમો સફળતાપુર્વક પુરા કરવા તાપી જિલ્લો સક્ષમ છે એમ ખાત્રી વ્યક્ત કરી સૌને પ્રોત્સાહિત કર્યા હતા.
સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર આર.જે.વલવીએ કર્યુ હતું. વ્યારા પ્રાંત અધિકારી આર.સી.પટેલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી જાડેજા, માર્ગ મકાનના કા.પા.ઇ મનિષ પટેલ, ચીટનીશ બી.બી.ભાવસાર, જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષ ગામીત, મદદનિશ કમિશ્નર એચ.એલ.ગામીત, ચીફ ઓફિસર સોનગઢ પૂર્વી પટેલ, સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है