દક્ષિણ ગુજરાત

ડાંગ જિલ્લામા તા.૧૧મી જૂન ૨૦૨૧ સુધી નિયંત્રણો સાથે અપાયેલી છૂટછાટો અંગે માર્ગદર્શન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

ડાંગ જિલ્લામા પ્રવેશતાં પહેલા જીલ્લા તંત્ર દ્વારા અમુક  નિયંત્રણો સાથે અપાયેલી છૂટછાટો અંગે માર્ગદર્શન જરૂરી;
આહવા:  નોવેલ કારોના વાઇરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે.

જેના અનુસંધાને સમગ્ર ભારત દેશમા નોવેલ કોરોના વાઈસ COVID-19ની અસરોને નિયંત્રિત કરવાના હેતુથી The Disaster Management Act, 2005 અન્વયે ભારત સરકારna ગૃહ મંત્રાલય તથા ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૦૨.૦૬ ૨૦૨૧ના હુકમ સહિતના વિવિધ હુકમો દ્વારા સમયાતરે Survaillance, Containment અને COVID 19ના સંક્રમણને રોકવા અગેની માર્ગદર્શિકાઓ જાહેર કરવામા આવી છે.

છેલ્લા થોડાક સમયથી સમગ્ર દેશમા કોવિડના એક્ટિવ કેસોની સખ્યામા નોંધપાત્ર ઘટાડો નોંધાયેલ છે. તેમ છતા
COVID-19 ના સંક્રમણને રોકવા તથા તેને સંપૂર્ણપણે નાબૂદ કરવા સાવચેતી તથા નિયત કન્ટેઈનમેન્ટ સ્ટ્રેટજીનુ પાલન કરવુ આવશયક છે. જે ધ્યાને લેતા National Disaster Management Authorityના નિર્દેશો મુજબ સમગ્ર રાજ્યમા અમલમાં મુકવામા આવેલ માર્ગદર્શિકાની સમયમર્યાદા, ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તા.૨.૬.૨૦૨૧ના હુકમથી તા.૪.૬.૨૦૧૨ના સવારના ૬.૦૦ કલાકથી તા.૧૧.૬.૨૦૨૧ના સવારના ૬:૦૦ ક્લાક સુધીના સમગ્ર સમયગાળા સુધી લંબાવવામા આવેલ છે.

જે મુજબ સમગ્ર ડાંગ જિલ્લામા પણ લાગુ કરવામા આવેલ જાહેરનામામા દર્શાવેલ નીચે મુજબના નિયંત્રણોની અવધિ તા.૪.૬.૨૦૨૧ના સવારના ૬.૦૦ ક્લાથી તા.૧૧.૬.૨૦૨૧ના સવારના ૦૬:૦૦ કલાક સુધીના સમગ્ર સમયગાળા સુધી લંબાવવામા આવે છે. જે મુજબ,

A અઠવાડીક ગુજરી, બજાર, હાટ, શૈક્ષણિક સંસ્થાઓ, અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટેરો, આડીટોરીયમ, અસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ બગીચા, મનોરંજક સ્થળો, જીમ, સ્પા, સ્વિર્મીંગ પુલ બંધ રહેશે.

B આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ  ૫૦ (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંપણીની જોગવાઈ યથાવત રહેશે.

C અતિમકિયા/દફનવિધી માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે.

D સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોપાશન, બેંક Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવા, બેંકોનુ ક્લીયરિંગ હાઉસ, એ ટી એમ/સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકર, ઇન્સ્યોરન્સ કંપનીઓ, તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમા કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦ % સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહીં.

E તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો, મેળાવડાઓ સદંતર બંધ રહેશે.

F પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમા રમતગમત ચાલુ રાખી શકાશે.

G તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજાવિધિ ધાર્મિક સ્થાનોના સંચાલક/પુજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે.

H પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦ % પેસેન્જર કેપેસીટીમા ચાલુ રહેશે.

I અન્ય રાજ્યોમાંથી ડાંગ જિલ્લામા પ્રવેશ કરતા મુસાફરોને RT PCR ટેસ્ટ સંબંધમા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામા આવેલ સૂચનાઓ લાગુ રહેશે.

J તમામે ફેસ કવર, મારક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ હુકમના ભંગ બદલ THE EPIDEMIC DISEASES ACT 1897 અન્વયે THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020ની જોગવાઇઓ, INDIAN PENAL CODEની ક્લમ ૧૮૮ તથા THE DISASTER MANAGEMENT ACTની જોગવાઇઓ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે. તેમ, ડાંગના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ભાવિન પંડ્યાએ એક જાહેરનામા દ્વારા જણાવ્યુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है