દક્ષિણ ગુજરાત

ડાંગ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાના 12,233 લાભાર્થીઓને લાભો એનાયત કરાયા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  ડાંગ રામુભાઈ માહલા

ડાંગ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાના 12,233 લાભાર્થીઓને રૂ.26 કરોડ 43 લાખની રકમના લાભો એનાયત કરાયા:

સરકારી યોજનાઓનો લાભ લઇ લોકો આત્મનિર્ભર બન્યા છે:-શ્રી મંગળભાઈ ગાવિત

આહવા ખાતે યોજાયો ડાંગ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો:

ડાંગ,આહવા: ગરીબોના બેલી એવા વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીની પ્રેરણાથી સુશાસનના સંકલ્પ સાથે જનકલ્યાણ સેવા યજ્ઞ માટે સમર્પિત સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા, ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામા આજે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતના હસ્તે ડાંગ જિલ્લાના કુલ 12 હજારથી વધુ લાભાર્થીઓને 26 કરોડના લાભ આપવામા આવ્યા હતા.

ગરીબ કલ્યાણ મેળાની અગત્યતા અને ઉપયોગિતાનો ખ્યાલ આપતા કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે આ પ્રંસગે જણાવ્યુ હતુ કે, વર્ષ 2009મા માનનીય વડા પ્રધાનશ્રીએ ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી હતી. ગરીબ લોકોને આર્થિક રીતના પગભર કરવા માટે મેળામા સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામા આવી રહ્યો છે. આજે આ મેળાઓના કારણે ગરીબ, વાંચિત લોકો સુધી સરકારી યોજનાઓનો સીધો લાભ મળી રહ્યો છે. આજે જિલ્લામા શિક્ષણ, આરોગ્ય, જન કલ્યાણકારી યોજનાઓમા સુધારો થઈ રહ્યો છે.

અગાઉના ગરીબ કલ્યાણ મેળાઓમા જિલ્લાના કુલ 36,846 લાભાર્થીઓને અંદાજિત રૂ.227 કરોડ 63 લાખના લાભો એનાયત થઈ ચૂક્યા છે તેમ જણાવતા, પ્રમુખશ્રીએ 2022-23 ના ગરીબ કલ્યાણ મેળા દરમિયાન કુલ 12,233 લાભાર્થીઓને રૂ.26 કરોડ 43 લાખની રકમના લાભો આપવામા આવી રહ્યા છે તેમ જણાવ્યુ હતુ.

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિને કારણે ગુજરાતમા શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળાને કારણે, અનેક શ્રમજીવી પરિવારો સ્વરોજગારી ક્ષેત્રે પ્રવૃત્ત થઈને પગભર બન્યા છે, તેમ જણાવતા ધારાસભ્ય શ્રી વિજય પટેલે, રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત સહિતના પદાધિકારીઓએ ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને લાભોનુ વિતરણ કર્યું હતુ. સાથે “પંચાયતી રાજની આગેકૂચ” નામક કોફી ટેબલ બુકનુ વિમોચન પણ કરવામા આવ્યુ હતુ. જે બાદ મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લીધી હતી.

કાર્યક્રમના ભાગરૂપે રાજ્ય અને કેન્દ્ર સરકારની જુદીજુદી કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓએ તેમના પ્રતિભાવો અને સફળ ગાથા પણ રજુ કરી હતી. તો રાજ્યકક્ષાના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ પણ ઉપસ્થિત મહાનુભાવો તથા લાભાર્થીઓએ નિહાળ્યુ હતુ. જિલ્લાના તમામ વિભાગ દ્વારા કાર્યક્રમના સ્થળે આરોગ્ય જાગૃતિ, મતદાર જાગૃતિ, બેંક સહાય યોજના સહિત જુદી જુદી યોજનાઓની જાણકારી પ્રસ્તુત કરાઈ હતી.

કાર્યક્રમમા કલેકટર  ભાવિન પંડ્યા સહિત જિલ્લા વિકાસ અધિકારી ડૉ.વિપિન ગર્ગ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી  યોગેશભાઇ જોષી, નાયબ વન સંરક્ષક  દિનેશભાઇ રબારી સહિતના પ્રશાસનિક અધિકારીઓ, ભાજપાના મહામંત્રી  હરિરામ સાવંત, શિક્ષણ સમિતિ અધ્યક્ષા શ્રીમતી નિલમ પટેલ, બાંધકામ સમિતિ અધ્યક્ષ  ચંદરભાઈ ગાવિત સહિતના પદાધિકારીઓ,  હોદ્દેદારો સહિત ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓ, સ્થાનિક પ્રજાપ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है