દક્ષિણ ગુજરાત

ચોરીના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

પોલીસ મહાનિરિક્ષકશ્રી હરીક્રુષ્ણ પટેલ સાહેબ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને જીલ્લાના નાસતા- ફરતા તથા પો.સ્ટે.માં પકડવા પર બાકી રહેલ આરોપી શોધી કાઢવા અંગે પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો અંકલેશ્વર રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે અંકલેશ્વર રૂરલ પો.સ્ટે. પાર્ટ – A FIR No. 11199006200966/2020 IPC કલમ ૩૭૯, ૫૧૧ ૧૧૪ મુજબના ગુનાના કામના વોન્ટેડ આરોપી :- મુકેશભાઇ જયંતિભાઇ વસાવા રહે. ખાલપીયા (જુના સક્કરપોર ભાઠા) તા.અંકલેશ્વર જી.ભરૂચનાને આજરોજ તા.૨૫/૧૨/૨૦૨૦ નારોજ હસ્તગત કરવામાં આવેલ છે. અને હાલની કોરોના વાયરસ (COVID-19) મહામારી ની પરિસ્થિતિ ના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપી નો COVID-19 ટેસ્ટ કરાવવા સારૂ તેમજ આગળની કાર્યવાહી કરવા અંકલેશ્વર રૂરલ પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. ઇન્દ્રવદનભાઈ કનુભાઇ તથા અ.હે.કો. મગનભાઇ દોલાભાઇ તથા પો.કો. રાકેશભાઇ ચંદુભાઇ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है