દક્ષિણ ગુજરાત

ચૂંટણીને લગતા જાહેરાત પાટીયા,પોસ્ટર, ધજા, પતાકા, બેનર્સ પર નિયંત્રણ લદાયાં:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપલા :- નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત તથા રાજપીપલા નગરપાલિકાની યોજાનારી સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ ને અનુલક્ષીને આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ હોઇ, નર્મદાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.કે. વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૨૩/૦૧/૨૦૨૧ થી તા.૦૫/૦૩/૨૦૨૧ સુધી લગતા જાહેરાત પાટીયા, પોસ્ટર, ધજા, પતાકા, બેનર્સના ઉપયોગ માટે કેટલાંક નિયંત્રણો લાદયાં છે.

તદઅનુસાર, રાજય સરકારના, નગરપાલીકાઓ અથવા સરકારી બોર્ડ/ નિગમો પંચાયતની માલીકીના રસ્તાઓ, મકાનો અથવા અન્ય કોઈ જાહેર જગ્યાઓ ઉપર કોઈપણ રાજકીય પક્ષ અથવા ઉમેદવારો દ્વારા અથવા આવા ઉમેદવારો માટે કોઈ મંડળ, સંગઠન અથવા વ્યકિત ધ્વારા સમાચાર બોર્ડ અથવા જાહેર નોટીસ ન હોય એવા કોઈપણ પ્રકારના કટઆઉટ, જાહેરાત પાટીયા, પોસ્ટર, ધજા, પતાકા, બેનર્સ મુકી શકાશે નહિ કે દિવાલો ઉપર ચિત્રો દોરાવી શકાશે નહિ કે કમાનો દરવાજા ઉભા કરી શકાશે નહિ. આવી મિલ્કતો ભાડે આપી હશે તો પણ મુકી શકાશે નહિ. કોઈપણ રાજકીય પક્ષ કે ચૂંટણીના ઉમેદવારોએ જાહેર મિલ્કતો કે ખાનગી મિલ્કતો ઉપર ચૂંટણી જાહેરાત–પ્રચાર કરતા પોસ્ટરો, સુત્રો, બેનર, પડદા, લખાણો વગેરે સબંધિત સંસ્થા, કચેરી કે માલિકની સંમતિ ધોરણસરની પરવાનગી સિવાય ચોંટાડવા નહિ કે લખવા નહિ કે લગાડવા નહિ. ચૂંટણી પ્રચાર અર્થે કોઈ કટઆઉટ, દરવાજા કે કમાનો ઉભા કરવા નહિ. જાહેર સ્થળોએ સક્ષમ સ્થાનિક સત્તાધિકારીની મંજુરી પ્રમાણે નિયત રકમની ચુકવણીથી ચૂંટણી પ્રચાર માટે હોડીંગ્સ પ્રદર્શિત કરી શકાશે. પરંતુ, ચૂંટણીની જાહેરાત કરી દીધેલ હોઈ આવી જગા કે હોડીંગ્સની સાઈઝ હવે વિસ્તારી શકાશે નહિ કે ઘટાડી શકાશે નહિં.

કોઈપણ રાજકીય પક્ષો અને ઉમેદવારોએ કે તેમના ટેકેદારોએ અન્ય પક્ષોએ યોજેલ સભા અને સરઘસમાં અવરોધો ઉભા કરવા નહિ કે તે સભા તોડવી નહિ તેમજ એક રાજકીય પક્ષના કાર્યકરો કે સહાનુભુતિ દર્શાવનારાઓએ બીજા રાજકીય પક્ષોએ યોજેલી જાહેર સભાઓમાં ઘર્ષણ સર્જાય તેવી રીતે મૌખિક કે લેખિત પ્રશ્નો પૂછીને અથવા પોતાના પક્ષના ચોપાનીયાં વેચીને ખલેલ પહોચાડવી નહિ તેમજ એક પક્ષે સભાઓ યોજી હોય, તેવા સ્થળોએ બીજા પક્ષોએ સરઘસ લઈ જવુ નહિ તેમજ એક પક્ષે બહાર પાડેલ ભીંતપત્રો બીજા પક્ષના કાર્યકરોએ દૂર કરવા નહિ. હોર્ડિંગ્સની સાઈઝ ૧૫ ફુટ x ૮ ફુટ થી વધારે હોવી જોઈએ નહિ. કટઆઉટની ઊંચાઈ ૮ ફુટ થી વધવી જોઈએ નહિ. આઉટ, જાહેરાત પાટીયા, બેનર વિગેરે કોઈ સ્થળે મુકતા પહેલાં તે અંગેની જાણ જિલ્લા ચુંટણી અધિકારી અને ક્લેક્ટરશ્રીને, પોલીસ અધિક્ષકશ્રી નર્મદાને તેમજ ચૂંટણી અધિકારીશ્રીને કરવાની રહેશે. પરવાનગી અપાયેલ દિવાલો, મકાનો કે અન્ય મિલ્કતોને મુળ સ્થિતિમાં લાવવાની જવાબદારી સંબંધિત રાજકીય પક્ષ ઉમેદવારની રહેશે. માલ મિલ્કત ઉપર ચૂંટણી વિષયક લખાણ દુર કરવાનો ખર્ચ સંબંધિત રાજકીય પક્ષો, ઉમેદવારો પાસેથી વસુલ કરવાનો રહેશે.

આ જાહેરનામું નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામું તા.૨૩/૦૧/૨૦૨૧ થી તા.૦૫/૦૩/ર૦૨૧ સુધી અમલમાં રહેશે.

આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ની ક્લમ – ૧૮૮ મુજબ સજાને પાત્ર થશે. આ હુકમ અન્વયે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર કે તેનાથી ઉચ્ચ હોદો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ લેખિત ફરીયાદ નોંધાવવા માટે અધિકૃત કરવામાં આવેલ છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है