દક્ષિણ ગુજરાત

ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરનારાઓને આહવા પોલીસ અને સ્થાનિક યુવાનોએ પકડી પાડતા અસામાજિક તત્વોમાં ફફડાટ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, ડાંગ રામુ ભાઈ માહલા

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ચીકટિયા નજીક નવસારીથી માલેગામ મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરનારાઓને આહવા પોલીસ અને સ્થાનિક યુવાનોએ પકડી પાડતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે, આહવા પોલીસે પશુ સહિત મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ગતરાત્રે આહવા એલ.સી.બી.પોલીસનાં પી.એસ.આઈ,પી.એચ.મકવાણા અને પોલીસ કર્મીઓની ટીમે આહવાથી વઘઇને સાંકળતા સ્ટેટ ધોરીમાર્ગ ઉપર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા, જે દરમ્યાન વઘઇ આહવા માર્ગ ઉપરનાં ચીકટીયા ગામ નજીકથી પસાર થઈ રહેલ આઇસર ટેમ્પો નં.જી.જે.21.ડબ્લ્યુ.5309ને અટકાવી તપાસ હાથ ધરતા ટેમ્પાની અંદર 7 જેટલી ભેંસોને ખીચોખીચ ટૂંકા દોરડા વડે બાંધેલ હાલતમાં મળી આવી હતી, આહવા એલ.સી.બી.પોલીસની ટીમે આઇસર ટેમ્પા સહીત તેમાં સવાર 3 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે અન્ય એક કિસ્સામાં આહવા નગરનાં જાગૃત યુવાનોમાં સંજય પાટીલ,સુરેશભાઈ નાયર,અમર જગતાપને મળેલ બાતમી આધારે યુવાનોએ વોચ ગોઠવતા આહવા ફોરેસ્ટ ચેકપોસ્ટ પરથી બે પિકઅપ વાન.ન.જી.જે.5.બી.પી.3039 અને જી.જે.21.ડબ્લ્યુ.5309 પસાર થઈ રહી હતી, જેની તપાસ કરતા પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है