દક્ષિણ ગુજરાત

ખ્રિસ્તી સમુદાયનાં તમામ દેવાલયો આવતી કાલ થી સરકારની ગાઈડલાઈન મુજબ ખુલ્લા મુકાશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર            

નર્મદા જિલ્લાનાં ખ્રિસ્તી સમુદાયનાં તમામ દેવાલયો  આવતી કાલ થી સરકારની ગાઈડ લાઈન મુજબ ખુલ્લા મુકાશે;

ખ્રિસ્તી સમુદાયનાં તમામ પ્રાર્થના ઘર, ભજન,આરાધના સ્થળ, ચર્ચ ભવનો  સંચાલકો દ્વારા સંક્રમણ ને ધ્યાને લઇ  સ્વેચ્છાએ કરવામાં આવ્યા હતાં બંધ,  ચર્ચ ભવન સામે નોટીસ મુકવામાં આવી હતી, અને ગેટ બંધ કરી દેવાયા હતાં. 

નર્મદા જિલ્લામાં કોવિડ–૧૯’ના અનુસંધાને સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ પ્રોટેસ્ટન્ટ અને કેથલિક સંપ્રદાયના તમામ દેવળો ખુલશે., જેમાં ધર્મિજનો આરાધના તેમજ પૂજા અર્ચના સરકાર ની ગાઈડ લાઈન મુજબ કરી શક્શે.ત્યારે સી.એન.આઈ ગુજરાત ડાયોસિસના તમામ પ્રભુમંદિરોમાં ભક્તિસભા તા. ૧૩-૬-૨૦૨૧ના રવિવા૨થી શરુ કરવામાં આવશે, જુદા જુદા વિસ્તારોમાં કોરાના પોઝીટીવ કેસોને ધ્યાને લઈને સ્થાનિક વહીવટી તંત્રના પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને સરકારશ્રીની ગાઈડલાઈનને અમલ કરવાની શરતે પ્રભુમંદિરમાં ભકિતસભા શરુ કરવા અંગે જે તે પાસ્ટોરેટ કમિટી, પેસ્બિટર ઈનચાર્જ મળીને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.

ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે કોરોના S.O.P ને આધિન ખુલ્લા મુકવામાં આવશે, પરંતુ એક સાથે ૫૦ થી વધુ વ્યક્તિઓ એકત્રિત ન થાય તે અંગે ખાસ કાળજી રાખવામાં આવશે. 

ખાસ અપીલ: સરકાર દ્વારા કોવીડ મહામારી માં જાહેર કરેલ ગાઈડલાઈન્સ પાળવી અતિ જરૂરી છે, સામાજિક અંતર, માસ્ક, અને સતત હાથ સેનિટાઇઝર દ્વારા ધોવા. બેદરકાર નહિ જાગરુક નાગરિક બનીએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है