દક્ષિણ ગુજરાત

આહવા ખાતે યોજાઇ જિલ્લા આયોજન મંડળના વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

આહવા ખાતે યોજાઇ જિલ્લા આયોજન મંડળના વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ:

પ્રભારી મંત્રીશ્રી નરેશભાઇ પટેલે અમલીકરણ અધિકારીઓને આપ્યુ ઉપયોગી માર્ગદર્શન:

ડાંગ, આહવા: સો ટકા આદિવાસી વસતિનુ પ્રભુત્વ ધરાવતા ડાંગ જેવા પ્રદેશમા મળેલી નોકરીની તક ને, સૌભાગ્ય સમજી અકિંચનજનોની સેવા, સુશ્રૂષા અને વિકાસના કાર્યો સાથે આશીર્વાદ મેળવવાની, જિલ્લાના અધિકારીઓને તક ઉપલબ્ધ થઈ છે તેમ જણાવતા, ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી-વ-રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલે, જિલ્લા અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.

ડાંગ જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠકને સંબોધતા મંત્રીશ્રીએ જિલ્લાના વિકાસ કાર્યો બેવડાઈ નહી તેની તકેદારી સાથે, ગુણવત્તા ઉપર વિશેષ લક્ષ કેન્દ્રિત કરવાની પણ હિમાયત કરી હતી.

આદિવાસી સમાજની નવી પેઢીમા શિક્ષણ અને વિકાસની ઊઘડતી ભૂખ સંતોષવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે, તેમ જણાવતા મંત્રીશ્રીએ અમલીકરણ અધિકારીઓને કાર્ય કર્યાનો આત્મસંતોષ મેળવવાની તેમને તક સાંપડી છે, તેમ પણ જણાવ્યુ હતુ.

જિલ્લામા આયોજન મંડળ હેઠળ ચાલી રહેલા જુદા જુદા વિકાસકામોની કામવાર સમીક્ષા કરતા મંત્રીશ્રીએ, આંગણવાડી, સ્મશાન ગૃહ જેવા કામોમા માનવતા અને સંવેદના દાખવવાની પણ હિમાયત કરી હતી.

જળ સંગ્રહના કામોમા ભૂગર્ભ ટાંકાની ભૂમિકાની ચર્ચા કરતા મંત્રી શ્રી નરેશભાઇ પટેલે છાત્રાલયો, અને શાળાઓની સેવાની પણ સમીક્ષા કરી હતી.

ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે પૂરક વિગતો રજૂ કરી, જિલ્લાના જુદા જુદા વિભાગોને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કાર્ય કરવાની હિમાયત કરી હતી.

જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.વિપિન ગર્ગ એ વિકાસ કાર્યોની પૂરક વિગતો રજૂ કરી, ચર્ચામા ભાગ લીધો હતો.

દરમિયાન સને ૨૦૨૧-૨૨ના વર્ષમા વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળની વિવિધ જોગવાઈઓ જેવી કે વિવેકાધિન જોગવાઈ, પ્રોત્સાહક જોગવાઈ, વિકાસશીલ તાલુકા, એ.ટી.વી.ટી. યોજના, ધારાસભ્ય શ્રી તથા સાંસદશ્રીના અનુદાનના કામો, અને રાષ્ટ્રીય પર્વ જેવી વિવિધ યોજનાઓ હેઠળ કુલ રૂ.૨૩૭૫ લાખની જોગવાઈના ૫૭૫ કામોની સમીક્ષા હાથ ધરવામા આવી હતી.

સાથે સને ૨૦૨૦-૨૧ની કુલ રૂ.૨૧૨૫ લાખની જોગવાઈ હેઠળના ૫૩૧ કામો પૈકીના શરૂ નહીં થઇ શકેલા ૨ કામો, સને ૨૦૧૯-૨૦ની રૂ.૨૪૨૫ લાખની જોગવાઈ હેઠળના ૬૫૪ કામો, તથા સને ૨૦૧૮-૧૯ની કુલ રૂ.૨૪૧૦.૪૯ લાખની જોગવાઈના ૬૪૫ કામોની ભૌતિક અને નાણાકિય સિદ્ધિની પણ ઘનિષ્ઠ ચર્ચા વિચારણા હાથ ધરવામા આવી હતી.

બેઠકની કાર્યવાહી સંભાળતા ઇન્ચાર્જ જિલ્લા આયોજન અધિકારી-વ-પ્રાંત અધિકારી શ્રી આર.એમ.જાલંધરાએ વર્ષવાર કામોની તારીજ રજૂ કરી, પૂરક વિગતો પુરી પાડી હતી.

ડાંગ જિલ્લા સેવા સદન-આહવા ખાતે યોજાયેલી જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠકમા મંત્રીશ્રી સહિત ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રી ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.વિપિન ગર્ગ, નાયબ વન સંરક્ષકો સર્વે શ્રી રવિ પ્રસાદ અને શ્રી દિનેશ રબારી, નિવાસી અધિક કલેક્ટર શ્રી પી.એ.ગાવિત, પ્રાયોજના વહિવટદાર શ્રી કે.જે.ભગોરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોશી સહિતના જુદા જુદા વિભાગોના અમલીકરણ અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है