દક્ષિણ ગુજરાત

અમરોલી ખાતે કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં તિરંગાયાત્રા યોજાઈ:

સ્વેચ્છાએ તિરંગા યાત્રામાં જોડાનાર રાષ્ટ્રપ્રેમી યુવાનો, બાળકો, વિદ્યાર્થીઓ અન્યો માટે પ્રેરણાસ્રોત:-કૃષિ રાજયમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સુરત ફતેહ બેલીમ

અમરોલી ખાતે કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં તિરંગાયાત્રા યોજાઈ:

તિરંગા યાત્રામાં જે.ઝેડ. શાહ આર્ટ્સ અને એચ.પી. કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉત્સાહભેર જોડાયા:

સ્વેચ્છાએ તિરંગા યાત્રામાં જોડાનાર રાષ્ટ્રપ્રેમી યુવાનો, બાળકો, વિદ્યાર્થીઓ અન્યો માટે પ્રેરણાસ્રોત:-કૃષિ રાજયમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના દરેક નાગરિકના હ્રદયમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવા માટે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સુરતના અમરોલી વિસ્તારમાં કૃષિ, ઉર્જા રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની આગેવાની હેઠળ જે.ઝેડ. શાહ આર્ટ્સ અને એચ.પી. કોમર્સ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ, એન.સી.સી કૅડેટસ અને વિશાળ સંખ્યામાં સ્થાનિક લોકો પગપાળા ચાલીને યાત્રામાં સહભાગી થયા હતા.


આ યાત્રામાં મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે કોસાડ આવાસ ખાતેથી જાતે મોટરસાઈકલ ચલાવી હતી. તિરંગા યાત્રા દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓનો જુસ્સો વધારવા વીર નર્મદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરશ્રી કિશોરસિંહ ચાવડા જોડાયા હતા. સૌએ તિરંગો લહેરાવી ઉપસ્થિત સૌનો જુસ્સો વધાર્યો હતો. સમગ્ર યાત્રા દરમિયાન દેશભકિત ગીતો અને નારાઓ સાથે સૌએ પ્રગાઢ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે કૃષિ રાજયમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશ આઝાદીના અમૃત્ત મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરી રહ્યો છે. ત્યારે જનજનમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય તે અર્થે વિવિધ સ્થળોએ તિરંગા પદયાત્રાઓ યોજાઈ રહી છે. તિરંગા યાત્રામાં સ્વેચ્છાએ જોડાનાર રાષ્ટ્રપ્રેમી યુવાનો, બાળકો, વિદ્યાર્થીઓ અન્યો માટે પ્રેરણાસ્રોત બન્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા અભિયાન થકી દેશના તમામ નાગરિકોમાં એકતા અને રાષ્ટ્રભાવના જાગૃત થઈ છે, જેને આપણે હૃદયમાં જાળવી રાખવાની અપીલ તેમણે કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है