રાષ્ટ્રીય

તાપી જિલ્લા ગરીબ કલ્યાણ સંમેલન હેઠળ લાભાર્થીઓ સાથે સંવાદ સાધતા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લા ગરીબ કલ્યાણ સંમેલન હેઠળ લાભાર્થીઓ સાથે સંવાદ સાધતા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ:

“આજ દિન સુધી દેશમાં ગરીબોની ચિંતા કરવા વાળા ફક્ત એક પ્રધાન મંત્રી બન્યા છે જે આપણા સૌના નરેન્દ્રભાઇ મોદી છે.”: – પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ
“અમારુ છેલ્લા પચાસ વર્ષથી કાચુ મકાન હતું. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય મળતા પાકા મકાન બનાવવાનું સાહસ કરી શક્યા.: -લાભાર્થી, નયનાબેન અનિલ પટેલ

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કારણે દર અઠવાડિયે ડાયાલીસીસ માટે એક પણ રૂપિયો ખર્ચ કરવો પડતો નથી.: લાભાર્થી , મંસુરી ફિરોઝ નબીભાઇ

“ગેસ કનેકશન મળતા ધુમાડાથી મુક્તિ મળી અને સમયનો પણ બચાવ થયો.”- પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થી ભાવિષાબેન દિવ્યેશભાઇ ઢીમ્મર

“પરિવારના જમવાની ચિંતા કરવી પડતી નથી. વ્યવસાયમાં થતી કમાણીની બચત કરી શકીએ છે.” – વન નેશન વન રેશન લાભાર્થી તૈફિક અહમદ રયીન

 વ્યારા-તાપી: આજરોજ વડાપ્રધાન શ્રી મોદીએ શિમલાથી દેશવ્યાપી ગરીબ કલ્યાણ સંમેલનના ભાગરૂપે આ જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ અન્વયે તાપી જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની મુખ્ય ૧૩ યોજનાઓના લાભાર્થી સાથે મંત્રીશ્રીએ સંવાદ કરતા તેઓને જે-તે યોજનાઓના લાભ ક્યારે મળ્યા, યોજના અંગે કેવી રીતે જાણકારી મળી, યોજનાનો લાભ મળતા કેટલો સમય થયો તથા લાભ મળતા તેઓના જીવનમાં શુ પરિવર્તન આવ્યું તે અંગે વિગતવાર પ્રશ્વોત્તરી કરી ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના-ગામીત સંજય બાલુભાઇ કોરોના કાળમા સમગ્ર દેશમા લોકડાઉન લાગુ પડતા આર્થીક સહાયના ભાગરૂપે સરકારશ્રી દ્વારા એપ્રિલ-૨૦૨૨થી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરવામાં આવી હતી. જેમના કારણે અનેક પરિવારોને પોતાના ઘરના સભ્યોના અનાજની ચિંતા મટી ગઇ હતી. તાપી જિલ્લાના આ યોજનાના એક લાભાર્થી વ્યારાના મગરકુઇ ગામના રહેવાસી જણાવે છે કે, “અમારો પરિવાર ખેતી સાથે સંકળાયેલો છે. કોરોના કાળમાં પરિવારના લાલન પાલન અંગે ચિંતા થતી પરંતું સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરતા ૨ કિલો ઘંઉ અને ૩ કિલો ચોખા અમને આજ દિન સુધી વ્યક્તિ દિઠ મળે છે. જેના કારણે ખેતીમાં આવક ઓછી આવે તો પણ પરિવાર ભરપેટ જમે છે. આ યોજનાના માટે અમે સૌ નાગરિકો સરકારશ્રીના આભારી રહી શું.”

પ્રધાન મંત્રી આવાસ યોજના- નયનાબેન અનિલ પટેલ
પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભાર્થી નયનાબેન અનિલ પટેલે જણાવ્યું હતું કે, “અમારુ છેલ્લા પચાસ વર્ષથી કાચુ મકાન હતું. પરંતુ પ્રધાન મંત્રી આવાસ યોજનાની સહાય અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારના કારણે અમે ૧ લાખ ૨૦ હજારની સહાય મળતા પાકા મકાન બનાવવાનું સાહસ કરી શક્યા.અમને મનરેગા યોજનામાં મજુરી ખર્ચ ૨૦ હજાર અને ઉજ્જ્વલા યોજનામાં ગેસ કનેકશન પણ મળ્યુ છે.”
આયુષ્યમાન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- મંસુરી ફિરોઝ નબીભાઇ
દેશના નાગરિકોની સુખાકારી અને તંદુરસ્તી માટે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત આયુષ્યમાન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નાગરિકોને લાભકારક સાબિત થઇ રહી છે ત્યારે તાપી જિલ્લામાં આ યોજનાના લાભાર્થી મંસુરી ફિરોઝ નબીભાઇ સરકારશ્રીનો આભાર માનતા જણાવે છે કે, હું દર અઠવાડિયે નિ:શુલ્ક ડાયાલીસીસ કરાવું છું. બજારમાં એક વખત ડાયાલીસીસ કરાવવાના એક હજાર રૂપિયા થાય છે. જ્યારે મને આયુષ્યમાન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કારણે એક પણ રૂપિયો ખર્ચ કરવો પડતો નથી. મને આ યોજનાથી ખુબ લાભ થયો છે.”

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના-મિશ્રા રાજેન્દ્રકુમાર કમલાશંકર
પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થી મિશ્રા રાજેન્દ્રકુમાર કમલાશંકરને મળેલ રૂ.૧૦ હજારની સહાય લોન અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, “કોરોના કાળમાં ઘંઘો ઠપ થતા બચતના રૂપિયા ખર્ચ થઇ ગયા હતા. પરંતું સરકારશ્રી દ્વારા મળેલા લોન થકી આજે મારો ચા-નાસ્તાનો વ્યવસાય ફરી શરૂ કરવામાં રાહત મળી છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના- ભાવિષાબેન દિવ્યેશભાઇ ઢીમ્મર
વ્યારા તાલુકાના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થી ભાવિષાબેન દિવ્યેશભાઇ ઢીમ્મરે જણાવ્યું હતું કે, “પહેલા અમારે ચુલા ઉપર રસોઇ બનાવી પડતી હતી. ગેસ કનેકશન મળતા ધુમાડાથી મુક્તિ મળી અને સમયનો પણ બચાવ થયો.”
વન નેશન વન રેશન યોજના- તૈફિક અહમદ રયીન
નાગરિક અન્ન પુરવઠા વિભાગ હેઠળ કાર્યરત એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ( વન નેશન વન રેશન) યોજના હેઠળ દરેક નાગરિકને કોઇપણ સ્થળથી અનાજ મળી રહે તે માટેની સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અન્વયે મુળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ તાપી જિલ્લામાં રહી વન નેશન વન રેશન) યોજનાનો લાભ લેતા તૈફિક અહમદ રયીને જણાવ્યું હતું કે, પુરવઠા વિભાગમાં મે નોંધણી કરતા મને છેલ્લા ત્રણ મહિનાથી નિ:શુલ્ક અનાજ મળે છે. જેના કારણે મારા પરિવારના જમવાની ચિંતા કરવી પડતી નથી. હું શાકભાજીનો ટ્રેડર છું મારી વ્યવસાયમાં થતી કમાણી અમે પરિવારના અન્ય ખર્ચમા કરી બચત કરી શકીએ છે.”
મંત્રીશ્રીએ વન નેશન વન રેશન હેઠળ દેશનો કોઇ વ્યક્તિ કોઇ પણ જગ્યા એ રોજગાર માટે જાય તો તેને અનાજ માટે મુશ્કેલી ના પડે અને દેશના કોઇ પણ સસ્તા અનાજની દુકાનથી નિ:શુલ્ક અનાજ મેળવી શકે તે માટેની વ્યવસ્થા વર્તમાન સરકારે કરી છે એમ ઉમેયું હતું.
પોષણ અભિયાન-ગામીત સંજના દિનેશભાઇ
સરકારશ્રીએ માતા બહેનો અને કિશોરીઓ માટે ખાસ પોષણ અભિયાન હેઠળ ટેક હોમ રાશનની સુવિધા ઉભી કરી છે ત્યારે તાપી જિલ્લાના વ્યારા તાલુકાની ચીખલવાવ ગામની ધોરણ ૧૨ ની વિદ્યાર્થીની ઝિનલ ઉદયભાઇ પટેલ જણાવે છે કે, અમે આંગણવાડીમાંથી મળતા ટી.એચ.આરમાં પુર્ણા પેકેટ, આયોડિન યુક્ત મીઠુ, લોહતત્વની ગોળીઓ અને સમયસર ચેકઅપ જેવી વિવિધ સુવિધાઓ નજીકની આંગણવાડીથી મળી રહે છે. મંત્રીશ્રીએ તમામ બહેનોને આંગણવાડીને મુલાકાત ખાસ લેઇ બાળકોને મળતા વિવિધ લાભો લેવા અનુરોધ કર્યો હતો.
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના- મોહિનીબેન પરિમલભાઇ પટેલ
આરોગ્ય વિભાગ હસ્તક ચાલતી પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના- વાલોડ તાલુકાની બુહારી ગામના લાભાર્થી બહેન- મોહિનીબેન પરિમલભાઇ પટેલ જણાવે છે કે, ઘરની પરિસ્થિતી આર્થિક રીતે સારી ન હોવાના કારણે ગર્ભાવસ્થા દરમિયાન મને થોડી ચિંતા રહેતી હતી. પરંતું આરોગ્ય વિભાગ દ્વારા મને ‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’ અંગે જાણકરી મળતા મે આ યોજનામાં નોંધણી કરાવી હતી. આ યોજના દ્વારા મળતા નાણાથી મને પોષણયુક્ત આહાર લેવા માટે નાણાની સહાય મળતા હું ચિંતા મુક્ત બની હતી. સગર્ભાવસ્થાની નોંધણી કરાવી ત્યારે એક હાજર રૂપિયા, ૬ માસની તપાસ બાદ બે હજાર અને બાળકના જન્મ બાદ રસીકરણની પ્રથમ સાયકલ પુરી કર્યા બાદ બે હજાર આમ મને કુલ-૦૫ હજારની સહાય ‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’ હેઠળ મળી છે. આ યોજનાથી મને લાભ થયો છે અને ખુશ છું. આ માટે તાપી જિલ્લા આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકારની હું આભારી છું.”
મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌને જણાવ્યું હતું કે, માતાઓ અને બહેનોને સશકત કરવા સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ અમલી છે. જેનો લાભ સૌ જરૂરિયાત મંદે લેવો જ જોઇએ.
સ્વચ્છ ભારત મિશન- ગામીત વિજયભાઇ નાગરભાઇ
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મગરકુઇ ગામના રહેવાસી ગામીત વિજયભાઇ નાગરભાઇ એ જણાવ્યુ હતું કે, “સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ વ્યક્તિગત શૌચાલય બનતા ઘરમાં નાના-મોટા સૌ માટે સુવિધા ઉભી થઇ છે. પહેલા ખુલ્લામાં શૌચ માટે જવુ પડતું જે માતા અને દિકરીઓ માટે ખુબ જ ખરાબ બાબત હતી પરંતું હવે ઘર આંગણે શૌચાલય બની જતા અમારા ગામમા કોઇ ખુલ્લામાં શૌચ માટે જતુ નથી.”
આ પ્રસંગે મંત્રીશ્રીએ મીઠી ટકોર કરતા સૌ નાગરિકોને અપીલ કરી હતી કે સ્વચ્છ ભારત મિશનન પ્રથમ તબ્બકામાં નાગરિકો શૌચાલયનો ઉપયોગ કરવાની જગ્યા એ લાકડા છાંણા ભરવા ઉપયોગ કરતા હતા. પરંતુ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આ અંગે જાગૃતતા લાવતા હવે આવી કોઇ ઘટના બનતી નથી. જેના માટે જિલ્લા તંત્રની કામગીરીને અભિનંદન પાઠવ્યા હતા.
અંતે મંત્રીશ્રીએ વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપતા તાપી જિલ્લાના વિવિધ વિભાગો અને અધિકારીઓની પ્રજાલક્ષી કામગીરીની સરાહના કરી તમામને વધુ સારી કામગીરી કરવા પ્રેરીત કર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है