રાષ્ટ્રીય

તાપી જિલ્લામાં વિવિધ સ્થળોએ આઠમાં તબક્કાના સેવાસેતુ કાર્યક્ર્મો યોજાયા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લામાં વિવિધ સ્થળોએ આઠમાં તબક્કાના સેવાસેતુ કાર્યક્ર્મો યોજાયા:

સામાજીક ન્યાય અને અધિકારીતા કેબીનેટ મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને ઉચ્છલ તાલુકાના મિરકોટ ખાતે આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્ર્મ યોજાયો:

વ્યારા-તાપી: સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ સૌ જરૂરીયાત મંદ સુધી પહોચે અને ગરીબ પરિવારોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તેવા ઉમદા હેતું થી સમગ્ર રાજ્યમાં આઠમાં તબક્કાના સેવાસેતુંના કાર્યક્ર્મોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે તાપી જિલ્લામાં આજરોજ ઉચ્છલ તાલુકાના મિરકોટ ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા કેબીનેટ મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત જિલ્લામાં વિવિધ સ્થળોએ સેવાસેતુના કાર્યક્રમો યોજાયા હતા.

 આ પ્રસંગે મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારે જણાવ્યુ હતું કે, સરકાર પ્રજાના દ્વારે અભિગમ સાથે સેવાસેતુના કાર્યક્રમોનું આયોજન કર્યુ છે. ત્યારે નાગરિકોએ સરકારશ્રીના વિવિધ યોજનાઓનો લાભ લેવો જોઇએ. તેમણે વિધવા સહાય, ગંગા સ્વરૂપા પેન્શન યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, દિવ્યાંગો માટેની યોજના, ફ્રિશીપ કાર્ડ વગેરે વિશે વિસ્ટુત ચર્ચાઓ કરી, યોજનાના લાભો અંગે જાણકારી આપી હતી. વધુમાં તેમણે વર્તમાન સરકાર ગરીબો અને વંચિતોની ચિંતા કરતી સરકાર છે. ગુજરાતની વિકાસગાથામાં સમગ્ર આદિવાસી સમાજનો સમાવેશ થાય તે માટે સરકાર કટિબધ્ધ છે એમ ઉમેર્યું હતું.

 કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં કોઇ પણ નાના-મોટા કામ માટે સરકારી કચેરીએ જવુ પડતું હતું. જ્યારે આજે તમામ ગ્રામ્ય કક્ષાએ લોકોને સુવિધા મળી રહે તે હેતુથી સરકારે સેવાસેતુના કાર્યક્રમો યોજ્યા છે. ત્યારે તમામ અધિકારી-કર્મચારીઓએ વંચિત નાગરિકોને સરકારી યોજનાઓ અંગે જાણકારી આપી સરકારી લાભમાં આવરી તેઓને સરળતાથી લાભો મળે તેની તકેદારી રાખવી જોઇએ. તેમણે નાગરિકો માંથી જે કોઇ સરકારી લાભથી વંચિત હોય તેઓને આજના સેવાસેતુમાં જે-તે લાભ મેળવી લેવા ખાસ અનુરોધ કર્યો હતો. 

 આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ જિલ્લા અને તાલુકાની વિવિધ બાબતો અંગે મંત્રીશ્રીને અવગત કરતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના લોકો ખુબ ભોળા અને સરળ છે. તેઓની ઉપસ્થિતી દ્વારા તેઓનો ઉત્સાહ દરેક સરકારી કાર્યક્રમમાં જોવા મળે છે. જેના થકી તંત્રને પણ કામમાં પ્રેરણા મળે છે. તાપી જિલ્લામાં વિવિધ વિકાસના કામો થયા છે. અને હાલ પણ અનેક કામો પ્રગતિ હેઠળ છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, સેવાસેતુના કાર્યક્રમોનું આયોજન એ રીતે થયુ છે કે જેમાં પ્રજાને ૫૬ પ્રકારની સેવાઓ એક સ્થળે જ મળે છે. ૭ થી ૮ ગામોના કલસ્ટર બનાવી જે-તે સ્થળે સેવાસેતુનું આયોજન સપ્ટેમ્બર માસ સુધી કરવાનો નિર્ધાર છે. આ સાથે તેમણે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના ૧૬૯ સબ સેન્ટરો ઉપર પીએમ કાર્ડ બનાવી આપવાના મહાઅભિયાન અંગે જાણકારી આપી તમામ નાગરિકોને આ કાર્ડના ફાયદા અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. આ ઉપરાંત તેમણે વધુમાં વધુ ગ્રામજનોને સેવાસેતુમાં સહભાગી થઇ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

 ઉચ્છલના મિરકોટ ઉપરાંત જિલ્લામાં ડોલવણ તાલુકાના પાલાવાડી ખાતે, સોનગઢના બોરદા, નિઝરના રૂમકીતલાવ અને કુકરમુંડાના બેજ ગામ ખાતે, વાલોડના શાહપોર સહિત તમામ જગ્યાએ પ્રાથમિક શાળાઓમાં તથા વ્યારા નગરપાલિકા વોર્ડ નં.૧ થી ૭ ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ-વ્યારા ખાતે અને સોનગઢ નગરપાલિકાનો સેવાસેતુ રંગ ઉપવન-જયબાગ ફોર્ટ સોનગઢ ખાતે સેવાસેતુના કાર્યક્રમો વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતીમાં યોજાયો હતો. જિલ્લામાં યોજાયેલ તમામ સેવાસેતુના કાર્યક્રમોમાં આંગણવાડી બહેનો દ્વારા પૌષ્ટીક વાનગી નિદર્શન કરવામાં આવી હતી. 

 કાર્યક્રમના અંતે સૌ લાભાર્થીઓને વિવિધ યોજનાના સહાય પત્રો અને પ્રમાણપત્રો ઉપસ્થિત મહાનુંભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું. 

આ પ્રસંગે ઉચ્છલ મામલતદારશ્રી વસાવા, ઉચ્છલ ટી.ડી.ઓ છોટુભાઇ ગામીત, પ્રવાસ યાત્રા ઈ.ચા.હેતલભાઈ મહેતા, ઉચ્છલ તાલુકા પંચાયત પ્રમુખ યાકુબ ગામીત, સંગઠનના પ્રમુખ વિક્રમ તરસાડીયા, મહિલા અને બાળ વિકાસના અધ્યક્ષ કુસુમ ગામીત, સરપંચશ્રી સરૂબેન ગામીત, ડૉ.કે.ટી.ચૌધરી, ટીએચો વિલાસ ગામીત સહિત વિવિધ યોજનાના સંબંધિત અધિકારીશ્રીઓ, ગ્રામજનો, સરપંચશ્રીઓ તથા લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है