રાષ્ટ્રીય

ડૉ.પ્રફુલ વસાવાને પ્રતિષ્ઠિત એવોર્ડ “ઈનજીનિયસ આઈકોન-૨૦૨૧” થી સન્માનિત કરાયા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

આદિવાસીઓના હક અધિકાર તેમજ અન્યાય સામે લડત ચલાવનાર ડૉ.પ્રફુલ વસાવાને પ્રતિષ્ઠિત એવોર્ડ થી સન્માનિત કરાયા:

ડૉ.પ્રફુલ વસાવા આદિવાસી સમાજનાં યુવા આઈકોન તરીકે ઉભરતા નેતા છે.

નર્મદા જિલ્લામાં હક્ક અધિકાર- અન્યાય સામે સતત ૧૨ વર્ષ થી લડત ચલાવનાર ડૉ.પ્રફુલ વસાવા ને અમદાવાદ ખાતે પ્રતિષ્ઠિત એવોર્ડ “ઈનજીનિયસ આઈકોન-૨૦૨૧” આપી સન્માનિત કરવામાં આવ્યા.

ડૉ.પ્રફુલ વસાવા આદિવાસી સમાજનાં યુવા આઈકોન તરીકે ઉભરતા નેતા છે. તેઓ ઉચ્ચ શૈક્ષણિક પી.એચ.ડી.ની પદવી મેળવી સાથે સાથે કાયદાકીય અને રાજનીતિક સમજ ધરાવે છે. જળ, જમીન, જંગલ અને કેવડીયા બચાવો આંદોલન થી તેઓનું નામ દેશભરમાં એક ‌આંદોલનકારી તરીકે ઉભરી આવ્યું છે.

આ એવોર્ડ સેરેમની જય હિંદ એક્સપ્રેસ દ્વારા અમદાવાદ ની પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરિયમ હોલ ખાતે ‌યોજાયો. જેમાં એવોર્ડ માટે આખાં દેશ માંથી વિવિધ પ્રતિભા ધરાવતા લોકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં રાજપીપળામાં રહી આદિવાસીઓ નાં હક અને અધિકાર માટે આંદોલનો ચલાવનારા ડૉ.પ્રફુલ વસાવા ને પ્રતિષ્ઠિત INGENIOUS ICONS AWARDS મળવો એ સમગ્ર સમાજ અને નર્મદા માટે ગૌરવની વાત છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है