રાષ્ટ્રીય

જિલ્લા સરકારી પુસ્તકાલય ખાતે અગામી ૨૩ અને ૨૪મીએ “આઝાદી પર્વ”ને સંબંધિત સહિત્યોનું પ્રદર્શન યોજાશે: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લા સરકારી પુસ્તકાલય ખાતે અગામી ૨૩ અને ૨૪મીએ “આઝાદી પર્વને સંબંધિત સાહિત્ય અને શ્રી ઝવેરચંદ મેઘાણીના સહિત્યોનું પ્રદર્શન” યોજાશે: 

વ્યારા-તાપી: તાપી જિલ્લાના વ્યારા, મુસારોડ પુલ પાસે આવેલ સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે આગામી તા.૨૩-૦૨-૨૦૨૨ અને ૨૪-૦૨-૨૦૨૨ એમ બે દિવસીય પુસ્તક પ્રદર્શન કાર્યક્રમ યોજાનાર છે. જેમાં “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરૂપે “આઝાદી પર્વને સંબંધિત સાહિત્ય અને શ્રી ઝવેરચંદ મેઘાણીના સહિત્યોનું પ્રદર્શન” યોજવામાં આવનાર છે. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવણિયાના હસ્તે પ્રદર્શનનો ઉદઘાટન સમારોહ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાના વિશેષ અતિથિ રૂપે તા.૨૩-૦૨-૨૦૨૨, સવારે ૦૯.૩૦ કલાકે સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે કાર્યક્રમ યોજાશે. જિલ્લાના સર્વે સાહિત્ય રસિકો અને વાંચનપ્રિય જનતાને આ પ્રદર્શનનો લાભ લેવા સરકારી જિલ્લા પુસ્તકાલય વ્યારાના જિલ્લા ગ્રંથપાલ જે.એસ.ચૌધરી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है