બ્રેકીંગ ન્યુઝરાષ્ટ્રીય

ગુજરાત રાજ્યનાં નવાં ડિ.જી.પી. તરીકે આશિષ ભાટીયાની નિયુક્તિ:

ગુજરાતના નવા પોલીસવડા તરીકે આજે આશિષ ભાટીયાના નામની જાહેરાત થઇ. રાજ્યનાં DGP શિવાનંદ ઝા વય નિવૃત થયાં. સરકાર દ્વારા પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાના નામ પર મહોર લગાવવામાં આવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, એડીટર ઇન-ચીફ. દાનીયેલ ગામીત

ગુજરાતના નવા પોલીસવડા તરીકે આજે આશિષ ભાટીયાના નામની જાહેરાત થઇ. રાજ્યનાં DGP શિવાનંદ ઝા સાહેબ વય નિવૃત થયાં. સરકાર દ્વારા પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાના નામ પર મહોર લગાવવામાં આવી: પરંપરાગત રીતે સંભાળ્યો ચાર્જ:

શું આપ જાણો, કોણ છે આશિષ ભાટીયા? 

આશિષ ભાટિયા ૧૯૮૫ બેંચના આઈ.પી.એસ. અધિકારી હાલમાં અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ  બજાવે છે, આશિષ ભાટિયા અગાઉ સુરત પોલીસ કમિશનર  તરીકે ફરજ પર રહી ચૂકયા છે ૨૦૦૮માં અમદાવાદ બોમ્બ બ્લાસ્ટનાં  કેસ ઉકેલવાનું શ્રેય તેમનાં ફાળે છે,  સાથેજ ડી.એસ.પી. તરીકે ફરજ બજાવતા કેટલાક પોલીસ એન્કાઉન્ટરમાં નામ ઉછળ્યું હતું સાથે  અમદાવાદના ડી.સી.પી અને ક્રાઈમ બ્રાન્ચમાં જોઈન્ટ સી.પી.ની ફરજ બજાવી ચુકેલા અમદાવાદના માહોલ અને ગુનાખોરીથી સારી રીતે વાકેફ એવા  સ્વભાવે શાંત અને સૌમ્ય,  ક્રાઈમ ડિટેક્શનમાં માહેર આઈ.પી.એસ. આશિષ ભાટિયા- અમદાવાદ પોલીસ કમિશનર બેંચ- ૧૯૮૫ (હરિયાણા જન્મ સ્થળ) અભ્યાસ- એન્જીન્યરીંગ  – હાલની ફરજનું સ્થળ- અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવે છે  ભૂતકાળની ફરજનું સ્થળ- વર્ષ ૨૦૧૬માં સુરત પોલીસ કમિશનર તરીકેની ફરજ  બજાવી ચુક્યા છે,  ભૂતકાળમાં તેઓની ફરજનું સ્થળ- સી.આઈ.ડી ક્રાઈમના વડા રહી ચુક્યા છે,

ઇન્ડીયન મુઝાહિદીનું મોડ્યુલ બહાર પાડનારા અધિકારી તરીકે જાણીતા તેમણે  વર્ષ ૨૦૦૮ લઠ્ઠાકાંડ, વર્ષ ૨૦૧૮ બીટ કોઈન કૌભાંડ કેસ, ૨૦૧૯માં જયંતી ભાનુશાળી મર્ડર કેસ, શાંત પ્રકૃતિના અધિકારી વર્ષ ૨૦૦૧ માં પોલીસ મેડલ મેળવી ચુક્યા છે વર્ષ ૨૦૧૧ પ્રેસીડન્ટ મેડલ મેળવી ચુક્યા છે, પ્રિવેન્શન ઓફ ક્રાઈમના માસ્ટર આરોપીઓની સાત થી આઠ કલાક સુધી મેરેથોન પૂછપરછ કરી શકે છે, પૂછપરછ રૂમની બહાર અન્ય પોલીસ અધિકારીઓની લાઈન લાગી હોય છે કે સાહેબ હમણાં કશું નવું બહાર લાવશે! વધુમાં ગઈ કાલે  અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ. ગોર્ડ ઓફ ઓનર આપી અમદાવાદ પોલીસ કમિશનર ખાતેથી વિદાય આપવામાં આવી. 

ગુજરાત રાજ્યના નવા ડિજીપી તરીકે આશિષ ભાટીયાની નિયુક્તિ કરાઇ છે આ સંદર્ભે વયનિવૃત થયેલા ડીજીપી શિવાનંદ ઝાએ પોલીસ કમિશનર તરીકે આશિષ ભાટીયાની કામગીરીને બિરદાવી હતી. શિવાનંદ ઝાએ આશિષ ભાટીયાને ઉત્કૃષ્ઠ અધિકારી ગણાવીને ગુજરાત રાજ્ય અને પોલીસને તેમનો લાભ મળશે તેવું જણાવ્યુ હતું. આ સાથે શિવાનંદ ઝાએ પોતાની 37 વર્ષ ની સેવામાં ઘણી મુશ્કેલીમાં સાથ આપનારા તમામ પોલીસ  કર્મચારીઓનો આભાર પણ વ્યકત કર્યો હતો.

વધુમાં ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ હતુ કે, આશિષા ભાટિયા ગુજરાતના નવા ડીજીપી  છે. અને અમદાવાદના પોલીસ કમિશનર તરીકેના નામની ઘોષણા એક બે દિવસમાં થશે. GRAMIN TODAY NEWS તરફથી નવ નિયુક્ત પદભાર માટે આપ સાહેબને ખુબ ખુબ અભિનંદન:

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है