રાષ્ટ્રીય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે આદર્શ સહકારી ગ્રામ યોજનાનો આરંભ કરાવ્યો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વેબ ટીમ 

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આદર્શ સહકારી ગ્રામ યોજનાનો આરંભ કરાવ્યો:

જીએસી બેન્ક અને નાબાર્ડે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આદર્શ ગામની કલ્પનાને આજે વાસ્તવિક સ્વરૂપ આપ્યું છે,:- શ્રી અમિત શાહ

મોટી આદરજ, ઇસનપુર મુટા, રેથલ, અડોદરા, દાહોદનું પિપૂરા અને કોલીથાલ – આ છ ગામ આદર્શ ગામ બન્યા છે:- કેન્દ્રીય સહકારિતા મંત્રી

પ્રધાનમંત્રીએ સહકારિતા સે સમૃદ્ધિ – સૂત્ર આપ્યું, ટી – ટ્રાન્સપરન્સી, ઇ – એમ્પાવરમેન્ટ, એ – આત્મનિર્ભર અને એમ – મોડર્નાઈઝેશન – આ ચારેય મળે એટલે કે ટીમ બને ત્યારે સહકારિતા આંદોલન સફળ બને :- કેન્દ્રીય સહકારિતા મંત્રી

આદર્શ સહકારી ગામ યોજનાને પગલે રોજગાર સર્જન થશે, દેશનું દરેક ગામ સશક્ત બનશે, યુવા સશક્ત બનશે:- શ્રી અમિત શાહ

સંકલ્પ, સાફ નિયત અને પરિશ્રમ – આ ત્રણને આધારે સહકારિતા આંદોલન દ્વારા દેશને નવી દિશા આપવાનું કામ આપણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કરવાનું છે:- કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું મહાન ભારતનું સ્વપ્ન જ્યારે સાકાર થાય ત્યારે સહકારિતા આંદોલનનો પણ તેમાં મોટો હિસ્સો હોય એ માટે હું સહુને તેમાં જોડાવા આહ્વાન આપું છું:- શ્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે અમદાવાદમાં આદર્શ સહકારી ગ્રામ યોજના લૉન્ચ કરી. કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા તેમણે જણાવ્યું કે જીએસી બેન્ક અને નાબાર્ડે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કલ્પનાના આદર્શ ગામને વાસ્તવિક સ્વરૂપ આપવાની શરૂઆત કરી છે. શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં સહુ સમક્ષ આદર્શ ગામની કલ્પના મૂકી હતી. આજે કોઓપરેટિવ ક્ષેત્ર, કોર્પોરેટ ક્ષેત્ર, નાબાર્ડ, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેન્ક અને સહકારી સંસ્થાઓએ સાથે મળીને આદર્શ ગામની પરિકલ્પનાને સાકાર કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

મોટી આદરજ, ઈસનપુર મુટા, રેથલ, અડોદરા, દાહોદમાં પિપૂરા અને કોલીથાલ – આ છ ગામ આદર્શ ગામ બની રહ્યા હોવાનું જણાવતા શ્રી અમિત શાહે ઉમેર્યું કે પ્રધાન મંત્રીએ કૃષિ અને ગ્રામીણ વિકાસને વેગ આપવા માટે સહકારિતા આંદોલનમાં વર્ષોની માગણી પૂરી કરતા કેન્દ્ર સરકારમાં સહકારિતા વિભાગની રચના કરી. તેમણે આ વિભાગની રચના સમયે સહકારિતા સે સમૃદ્ધિ નું સૂત્ર આપ્યું હતું. તેમાં ટીમ વર્ક જરૂરી છે – ટી એટલે ટ્રાન્સપરન્સી – પારદર્શિતા, ઈ એટલે એમ્પાવરમેન્ટ – સશક્તિકરણ, એ એટલે આત્મનિર્ભર અને એમ એટલે મોડર્નાઈઝેશન – આ ચારેય વિચારોનો અમલ કરીએ તો સહકારિતા આંદોલન સફળ થાય છે.

શ્રી શાહે જણાવ્યું કે આદર્શ ગામ બનવાથી ગામમાં રહેતા લોકો, ગામના યુવાનો એમ્પાવર થશે, ગામ આત્મનિર્ભર બનશે. મોડેલ ગામની આ કલ્પનામાં ગામને સંપૂર્ણ સુવિધાયુક્ત, સંપૂર્ણ ટેકનોલોજીયુક્ત બનાવવાની કલ્પના છે. દરેક પરિવારના ઓછામાં ઓછા એક સભ્યને રોજગાર મળે, તેની ચિંતા આ યોજનામાં કરવામાં આવી છે.

કોઓપરેટિવ સંસ્થાઓ આ યોજનાને આગળ ધપાવવા ઘણી યોજનાઓ શરૂ કરવાની છે. આજે જે છ ગામ આદર્શ બન્યાં છે, તેમાં મારા મતવિસ્તારના બે ગામ પણ તેમાં સામેલ છે, તેનો મને આનંદ છે, એમ શ્રી શાહે જણાવ્યું.

તેમણે ઉમેર્યું કે સહકારિતા વિભાગની રચના સમયે નરેન્દ્રભાઈએ સંદેશ આપ્યો હતો કે સહકારિતા આંદોલન ત્રણ બાબતો ઉપર નિર્ભર છે – સંકલ્પ, સાફ નિયત અને પરિશ્રમ. આ જ આધાર ઉપર આંદોલનને નવી દિશા આપવાનું કામ આપણે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વમાં કરવાના છીએ. સમગ્ર દેશમાં સહકારિતા આંદોલનને ત્રણ વિભાગોમાં ધ્યાન ઉપર લેવાયું છે – ડેવલપ્ડ રાજ્ય – જેમાં ગુજરાત જેવાં રાજ્યો છે, ડેવલપિંગ રાજ્ય – જેમાં બિહાર જેવાં રાજ્યો છે, અને અંડર ડેવલપ્ડ રાજ્ય, જેમાં નોર્થ ઈસ્ટ વગેરે રાજ્યો છે. આ ત્રણેય માટે અલગ અલગ કાર્યયોજનાઓ ઘડીને સહકારિતાના માધ્યમથી દેશના પ્રત્યેક ગામને સશક્ત બનાવવાનું પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે, એમ પણ શ્રી શાહે જણાવ્યું.

તેમણે ઉમેર્યું કે કેટલાક લોકો સહકારિતા ક્ષેત્રનું મહત્વ ઓછું આંકે છે. પરંતુ એ ધ્યાન રાખવું જોઈએ કે કૃષિ ક્ષેત્રમાં ધિરાણ 25 ટકા, ખાતર વિતરણ 31 ટકા, ખાતર ઉત્પાદન 25 ટકા, ખાંડનું ઉત્પાદન 31 ટકા, દૂધ ઉત્પાદન 40 ટકાથી વધુ, ઘઉંની ખરીદી 13 ટકાથી વધુ, ચોખા – ધાન્યની ખરીદી 20 ટકાથી વધુ કોઓપરેટિવ ક્ષેત્ર કરી રહ્યું છે. મત્સ્યપાલન 21 ટકાથી વધુ કોઓપરેટિવ ક્ષેત્ર કરે છે.

શ્રી શાહે જણાવ્યું કે આવનારા દિવસોમાં સહકારિતા નીતિ ઘડીને કોઓપરેટિવ ક્ષેત્રને વધુ વિકસાવવામાં આવશે. નરેન્દ્રભાઈએ આ બજેટમાં ઘણી મોટી રકમ કો.ઓપરેટિવ સેક્ટરને ફાળવી છે. આ ફંડથી દેશની 63000 પ્રાયમરી એગ્રિકલ્ચર સોસાયટીઝ એટલે કે ગામની મંડળીઓને કમ્પ્યુટરાઈઝ્ડ કરવામાં આવશે અને તેનું સોફ્ટવેર ગુજરાતી સહિત દેશની તમામ ભાષાઓમાં તૈયાર કરાશે. છ ગામને મોડેલ ગામ તરીકે આજે સ્વીકારવામાં આવ્યા છે, આ અભિયાનમાં ભારત સરકાર તરફથી જે કંઈ મદદ જોઈએ, તે અમે કરીશું, તેવી ખાતરી શ્રી શાહે આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है