રાષ્ટ્રીય

ઉજ્જવલ ભારત-ઉજ્જવલ ભવિષ્યની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો રાજપીપલા ખાતે યોજાયો કાર્યક્રમ:

ગુજરાતથી માંડીને અન્ય રાજ્યોમાં પણ ઉર્જા ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સધાયો છે:– જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

ગુજરાતથી માંડીને અન્ય રાજ્યોમાં પણ ઉર્જા ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સધાયો છે:– જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત “ઉજ્જવલ ભારત-ઉજ્જવલ ભવિષ્ય” ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો રાજપીપલા ખાતે યોજાયો કાર્યક્રમ:

મહાનુભાવોના હસ્તે વિજ વિભાગના લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત:


રાજપીપલા : “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત દેશભરમાં સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા તા.૨૫ મીથી ૩૦ મી જુલાઇ દરમિયાન હાથ ધરાયેલી “ઉજ્જવલ ભારત-ઉજ્જવલ ભવિષ્ય” વિષયક રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે રાજપીપલામાં ડૉ.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે કેન્દ્રીય ઉર્જા વિભાગ NTPC-ભરૂચ-(ઝનોર-ગંધાર) તથા ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજીત કાર્યક્રમને નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઇ વસાવા, દક્ષિણ ગુજરાત વિજ કંપનીના અધિક્ષક ઇજનેરશ્રી એ.જી.પટેલ અને NTPC ઝનોરના અધિક મહા પ્રબંધકશ્રી વી.વી.કુરીયન, ડીજીવીસીએલ રાજપીપલાના કાર્યપાલક ઇજનેરશ્રી એચ.ડી.રાણા અને અંકલેશ્વરના કાર્યપાલક ઇજનેરશ્રી એચ.આર.મોદી, NTPC ઝનોરના ડેપ્યુટી મેનેજર શ્રી મહેન્દ્ર માને સહિતની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય ધ્વારા ખૂલ્લો મૂકાયો હતો.


જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ કાર્યક્રમમા ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતુ કે, “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત “ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય” ના કાર્યક્રમ થકી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ના ઉર્જા વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી યોજનાઓ અંગે વિશેષ માહિતી આપવામાં આવી રહી છે રાજ્યના દરેક ખેડૂતોને વીજ વ્યવસ્થાને લગતી સુદ્રઢ સેવાઓ મળી એવી તેવી કામગીરી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ગુજરાત સરકારે છેલ્લા ૨૦ વર્ષમાં અને કેન્દ્રની સરકારે ૮ વર્ષમાં જનજન સુધી ઉપલબ્ધ કરાવેલી સુવિધાઓની જાણકારી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. ગામડાંઓમાં ૨૪ કલાક વિજળી મળી રહે તેના માટે અનેક સગવડો પૂરી પાડવામાં આવી રહી છે આજે છેવાડાના માનવી સુધી વિજળીના ઉપયોગ થઇ રહ્યો છે ત્યારે શરૂઆતમાં ગામડાઓમાં સીલાઇ મશીનનો ઉપયોગ કરવા માટે મશીન પગથી ચલાવવામાં આવતા હતા પણ આજે વિજળીનો ઉપયોગ કરીને ઝડપથી કામો પૂર્ણ કરવામાં આવે છે. આ વિજળી નાના ઉદ્યોગને પણ વેગ મળ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દરેક નાગરિકને સહેલાઈથી ઘરેલુ ઉપકરણ ચલાવી શકે તેવી રીતે અને ધંધા રોજગારમાં પ્રગતિ કેળવી શકે તે માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. વર્તમાન સમયમાં ખાસ કરીને રીન્યુએબલ ઉર્જા એટલે કે સૌર ઉર્જા અને પવન ઊર્જા ઉપર પ્રાધાન્ય મૂકી તે તરફ સૌને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આપણે પણ દરેક નાગરિક વીજળી બચાવી આપણા બાળકો પણ ઉર્જા બચતમાં આગળ આવે તેવી ટેવ પડી ગ્લોબલ વોર્મિંગ ની અસરોમાંથી બહાર આવી શ્રેષ્ઠ ભારતનો નિર્માણ કરીએ અને એક નાગરિક તરીકે દેશ સેવામાં સહભાગી બની શકીએ છીએ. ગુજરાતથી માંડીને અન્ય રાજ્યોમાં પણ ઉર્જા ક્ષેત્રે વિકાસ થયો છે.
દક્ષિણ ગુજરાત વિજ કંપની સુરતના અધિક્ષક ઇજનેરશ્રી એ.જી.પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં “ઉજ્જલ ભારત-ઉજ્જવલ ભવિષ્ય” પાવર @2047 અંતર્ગત ઠેર ઠેર વિજ મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે સરકારશ્રીની વિવિધ ઉર્જા ક્ષેત્રની યોજનાઓ જેવી કે સૂર્ય ગુજરાત સોલર રુફટોપ યોજના, સરદર કૃષિ જ્યોતિ યોજના, હિત ઉર્જા શક્તિ યોજના, કૃષિ ગ્રામ્ય યોજના, સોલર સીસ્ટમ જેવી યોજનાઓ વિશે લોકો માહિતગાર થાય અને તેની વિસ્તૃત માહિતી લોકો સુધી પહોંચે અને મહત્તમ લોકો સરકારશ્રીની વિજ વિભાગની યોજનાનો લાભ લે તેવા સધન પ્રયાસો આ કાર્યક્રમ થકી કરવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજ વિભાગની યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તદ્ઉપરાંત કાર્યક્રમમાં આદિવાસી નૃત્ય, નુક્કડ નાટકો અને વિજ ક્ષેત્ર પર ટૂંકી ફિલ્મો પણ દર્શાવવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है