રાષ્ટ્રીય

આમ આદમી પાર્ટી દ્વારા નવી પેન્શન યોજના બંધ કરી ફરીથી જૂની પેન્શન યોજના લાગૂ કરવા આવેદનપત્ર:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

ઉમરપાડા આમ આદમી પાર્ટી દ્વારા નવી પેન્શન યોજના બંધ કરી ફરીથી જૂની પેન્શન યોજના લાગૂ કરવામાં આવે તે  બાબતે રજૂઆત કરવામાં આવી;

આમ આદમી પાર્ટી ઉમરપાડા દ્વારા જૂની પેન્શન યોજના લાગૂ કરવામાં આવે એ બાબતે મામલતદારશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું;

આમ આદમી પાર્ટી ઉમરપાડા તાલુકા દ્વારા ગુજરાત ના મુખ્ય મંત્રીશ્રીને સંબોધીને મામલતદારશ્રીના મારફતે એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ. જેની અંદર હાલ રાજ્ય સરકાર દ્વારા OPS (National Old pension scheme) જૂની પેન્શન યોજના બંધ કરવાંમાં આવી છે, એ યોજના ફરી થી લાગુ કરવામાં આવે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત ના તમામ સરકારી કર્મચારીઓ માટે ટેકો જાહેર કરવામાં આવ્યો છે. હાલ રાજ્ય સરકાર દ્વારા OPS જૂની પેન્શન યોજના બંધ કરી ન્યુ NPS યોજના ચાલુ કરવામાં આવી છે. ત્યારે તમામ સરકારી કર્મચારીઓ માટે ૧ એપ્રિલ ૨૦૨૨ નો દિવસ મહત્વ નો છે ,આ દિવસ ને આપણા હક અને અધિકાર અધિનિયમ હેઠળ ભારતીય બંધારણ પ્રમાણે કલમ નંબર ૧૧/૧૨ માં જોગવાઇ કરવામાં આવી છે. ત્યારે બંધારણનું હનન થતું હોય એવું લાગી રહ્યું છે. ત્યારે આજ નો દિવસ તમામ સરકારી કર્મચારીઓ માટે કાળો દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.

Ops અને Nps વચ્ચે નો તફાવત Ops જૂની પેન્શન યોજના:

(૧)ops માં પેન્શન માટે પગાર માંથી કોઈ કપાત કરવા માં આવતી નથી.
(૨)Ops માં GRF ( govt.providenat fund ની સુવિધા ઉપલબ્ધ છે.
(૩) OPS એક સુરક્ષિત પેશન યોજના છે.
(૪)Ops માં નિવૃતિ સમયે છેલ્લા પગાર ના 50 ટકા રકમ પેશન તરીકે પ્રાપ્ત થવાની ગેરંટી છે.

NPS – નવી પેશન યોજના
(૧)NPS માં પગાર માંથી 10 ટકા (basic+ DA) ની કપાત કરવા માં આવે છે.
(૨) Nps માં GRF ( Govt.provident fund) ની સુવિધા ઉપલબ્ધ નથી
(૩) Nps શેર બજાર આધારિત અ સુરક્ષિત યોજના છે.
(૪) NPS માં નિવૃતિ સમયે પેશન ની કોઈ ગેરંટી નથી, બની શકે કે રકમ તમામ રકમ ડુબી જાય.
ઉપર જણાવ્યા મુજબ OPS/NPS વચ્ચે ખૂબ જ તફાવત જોવા મળે છે. ગુજરાત ના તમામ સરકારી કર્મચારીઓ માટે આમ આદમી પાર્ટી તરફ થી ટેકો જાહેર કરવામાં આવ્યો છે. સત્વરે નવી પેશન યોજના બંધ કરી ફરી થી જૂની પેન્શન યોજના લાગૂ કરવામાં આવે એવી આમ આદમી પાર્ટી ની માગણી છે. અને સત્વરે સરકાર લેખિતમાં બહેદરી આપે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે આમ આદમી પાર્ટી ઉમરપાડા તાલુકા પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ વસાવા (ચારણી), ઉપ પ્રમુખ બિપિનભાઈ વસાવા, મહામંત્રીશ્રી રાકેશભાઈ , ઘાણાવડ, સકિય કાર્યકર્તા રાજેશભાઈ વસાવા, મહેન્દ્રભાઇ વસાવા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है