રાષ્ટ્રીય

આધારના દસ્તાવેજ ઑનલાઇન અપડેટ કરવાની અંતિમ તારીખ જાહેર કરવામાં આવી:

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ ઓનલાઈન મફત આધાર કાર્ડ અપડેટ કરવાની સમયમર્યાદા વધારી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ 

આધારના દસ્તાવેજ ઑનલાઇન અપડેટ કરવાની અંતિમ તારીખ 14 સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી:

UIDAI એ સ્પષ્ટ કર્યું છે કે વપરાશકર્તાઓ 14 સપ્ટેમ્બર, 2023 સુધીમાં તેમની ઓળખ અને સરનામાના પુરાવા અપલોડ કરી શકે છે

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ ઓનલાઈન મફત આધાર કાર્ડ અપડેટ કરવાની સમયમર્યાદા ત્રણ મહિના વધારીને 14 સપ્ટેમ્બર, 2023 સુધી કરવાની જાહેરાત કરી છે.

શરૂઆતમાં UIDAIએ માર્ચમાં આ ત્રણ મહિનાના ડ્રાઇવની મુદત 14 જૂન, 2023 સુધી નિર્ધારિતકરી હતી. આ ઝુંબેશ એવા નાગરિકોને લાગુ પડે છે જેમણે 10 વર્ષ પહેલાં તેમનો આધાર જારી કર્યો હોય અને તેને અપડેટ કર્યો નથી. સુવિધા મેળવવા માટે, વ્યક્તિએ સત્તાવાર વેબસાઇટ પર ઓળખ અને સરનામાના પુરાવા સબમિટ કરવાના જરૂર રહેશે. સામાન્ય રીતે, દરેક આધાર કાર્ડની વિગતો અપડેટ કરવા માટે ₹50નો ખર્ચ થાયછે.

UIDAI એ સ્પષ્ટ કર્યું છે કે વપરાશકર્તાઓ 14 સપ્ટેમ્બર, 2023 સુધીમાં તેમની ઓળખ અને સરનામાના પુરાવા અપલોડ કરી શકે વિના મૂલ્યે અપડેટ કરી શકે છે. UIDAIનુંરાજ્ય કાર્યાલય ગુજરાત વસતિ વિષયક માહિતીની સતત ચોકસાઈ માટે તમારા આધારને અપડેટ કરવાનું સૂચન કરે છે. તેને અપડેટ કરવા માટે, તમારી ઓળખનો પુરાવો અને સરનામાના દસ્તાવેજોનો પુરાવો અપલોડ કરો.

આધાર વિગતોને ઑનલાઇન અપડેટ કરવા માટેનાં પગલાં:

1.    UIDAI ની સત્તાવાર વેબસાઇટ https://myaadhaar.uidai.gov.in પર આધાર સ્વ-સેવા પોર્ટલની મુલાકાત લો

2.    આધાર નંબર અને કેપ્ચાનો ઉપયોગ કરીને પોર્ટલમાં લોગ ઇન કરો. પ્રક્રિયાને પ્રમાણિત કરવા માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે.

3.    દસ્તાવેજ અપડેટ વિભાગ પર જાઓ અને હાલની વિગતોની સમીક્ષા કરો.

4.    ડ્રોપ-ડાઉન સૂચિમાંથી યોગ્ય દસ્તાવેજ પ્રકાર પસંદ કરો, અને મૂળ દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.

5.    સબમિટ બટન પર ક્લિક કરો. એપ્લિકેશનની સ્થિતિને ટ્રૅક કરવા માટેસેવા વિનંતી નંબર નોંધો(SRN).  

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है