મારું ગામ મારાં ન્યુઝ

157 માંડવી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત 1369 કર્મચારીઓને ચૂંટણી અંગેની તાલીમ અપાય :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

157 માંડવી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત 1369 કર્મચારીઓને ચૂંટણી અંગેની તાલીમ અપાય.

આઠ વર્ગખંડોમાં પ્રોજેક્ટર ના માધ્યમ દ્વારા કર્મચારીઓને તાલીમ અપાઈ.

157 માંડવી વિધાનસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયા અંગે વહીવટી તંત્ર સતત કામે લાગી ગયું છે. તારીખ 12. 11.2022 ના રોજ પ્રથમ તબક્કાની તાલીમ પુરુષ પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર ને આપવામાં આવી હતી જેમાં 604 કર્મચારીઓએ ભાગ લીધો હતો તેમજ બીજા દિવસે તારીખ 13. 11. 2022 ના રોજ મહિલા પોલિંગ ઓફિસરને તાલીમ આપવામાં આવી હતી જેમાં 765 મહિલા કર્મચારીઓએ ભાગ લીધેલ હતો. કુલ 1369 કર્મચારીઓ ને પ્રથમ તબક્કાની તાલીમ આપવામાં આવેલ હતો. ચૂંટણીઅધિકારી,યોજના સહ તાલુકા વિકાસ અધિકારી ધર્મેશભાઈ મહાકાલ તથા ચૂંટણી અધિકારી અને મામલતદાર મનીષભાઈ પટેલની ઉપસ્થિતિમાં માંડવી હાઇસ્કુલ ખાતે આઠ વર્ગ ખંડોમાં પ્રોજેક્ટર દ્વારા ગહન સમજણ આપવામાં આવી હતી જેમાં કુલ 1369 પ્રિસાઇડિંગ ઓફિસર તથા મહિલા પોલીંગ ઓફિસર ને ઝીણવટ ભરી સઘન તાલીમ આપવામાં આવી હતી જેમા 16 જેટલા માસ્ટર ટ્રેઈનરો એ હેન્ડ્સ ઓન તાલીમ સહિત વિવિધ પાસાઓને આવરી લીધા હતા. મતદાન દરમિયાન કોઈ પણ પ્રશ્નો ઊભા ન થાય તે માટે તમામ પ્રકારની વિસ્તૃત સમજણો આપવામાં આવી હતી જેમાં સાત જેટલી મહિલા સખી મંડળ બુથનું સંચાલન કરશે. તેમજ વરઝાખણ ખાતે ના દિવ્યાંગ બુથ અંગે પણ જરૂર તાલીમ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે.

પત્રકાર : ઈશ્વરભાઇ સોલંકી માંડવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है