મારું ગામ મારાં ન્યુઝ

રીગાપાદર ગામે લાઈટનું ઉદ્દઘાટન કરી વિશ્વ આદિવાસી ગૌરવ દિન ઉજવ્યો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

આઝાદીના ૭૫ વર્ષ વીત્યા બાદ રીગાપાદર ગામે લાઈટનું ઉદ્દઘાટન કરી વિશ્વ આદિવાસી ગૌરવ દિન ઉજવ્યો;

મીડિયાના પ્રયાસોથી ગામમાં લાઈટનો અજવાળાનો ઉજાસ પથરાતા આખું ગામ ચોતરફ લાઈટની રોશનીથી જંગમગી ઉઠીયું:

નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકાનાં અંતરિયાળ પહાડી ડુંગરાળ વિસ્તારના રીગાપાદર ગામના લોકોને આઝાદીનાં ૭૫ વર્ષ પછી લાઈટ નશીબમાં મળી હોય તેવો એક ખિસ્સો પ્રકાશમાં આવવા પામ્યો છે, ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીનાં પર્વનાં દિવસે જ રીગાપાદર ગામની લાઈટનું ઉદ્દઘાટન કરી વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ ઉજવીને મનાવ્યો હતો, ગામની લાઈટનું ઉદ્દઘાટન પત્રકાર વિપુલ ડાંગી અને નિવૃત્ત આચાર્ય પી.કે.વસાવાના વરદ હસ્તે રીબીન કપાવીને ગ્રામજનોએ કરાવ્યું હતું ગામની લાઈટ રીબીન કાપીને શરૂ કરાતાં લાઈટના અજવાળાનો ઉજાસનું પથરાણુ આખા ગામને જંગમગતું કરી દીધું હતું ગામમાં ઘરે ઘરે આઝાદી નાં ૭૫ વર્ષ બાદ પ્રથમ વાર લાઈટો સળગી ઉઠતાં ગ્રામજનોમાં હરખની ખુશીનો પાર રહ્યો નથી ગામ લોકોમાં જાણે તેમનાં જીવનમાં સૂર્યોદયનો ઉદય નવો ઉગી ખીલી ઉઠીયો હોય તેમ ગામ લોકોમાં ચાર ચાંદની ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

૨૧મી સદીમાં જયારે આપણો દેશ ટેકનોલોજીની હરણ ફાળ ભરી ઉચ્ચી ગગનભેદી ટેકનોલોજી યુગમાં પણ નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકાના રીગાપાદર ગામ લોકો દીવા તળે દિવાના અજવાળે અંધકારમય જીવન જીવીને વ્યથિત કરી રહેલા ગરીબ આદિવાસી લોકોની દાસ્તાની જોઈને પત્રકાર વિપુલ ડાંગી પણ ખુદ ચોકી ઉઠીયા હતાં આઝાદી કાળથી ગામ લોકો લાઈટ વગર અંધારાં ઉલેચી જીવન વ્યથિત કરી રહ્યા હતાં જેના પગલે ભણતા બાળકો ઉપર ખુબ માંડી અસર વર્તાતી હતી લાઈટ વગર ગામ લોકોનું જીવન અંધકારમય તરફ દોરાયને ગુગળુ બની રહ્યું હતું ગામના ભણતા બાળકોનાં ઉજજવળ ભવિષ્યની ચિંતા કરી અને બાળકોનું ભવિષ્ય અંધકારમાં ના રોળાઈ તે માટે પત્રકાર ગામ લોકોની વહારે મદદે આવ્યા હતા અને ગામ લોકોની દોઝગની સ્થિતિ અંગેનો ચિતાર બાબતે જવાબદાર તંત્રને રજુઆત કરી ધ્યાન દોરવામાં આવ્યું હતું ત્યારબાદ વિજ તંત્ર ડેડીયાપાડાના નાયબ કાર્યપાલક ઈજનેર કુવરજીભાઈ એમ. વસાવા ના સહયોગથી ૮ કીમી જેટલી નવી 3ફ્રેઝ વિજ લાઈન ખેંચીને ઉભી કરી વિજ પુરવઠો જોડવામાં આવ્યો છે,  જેનું ઉદ્દઘાટન ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીનાં પર્વનાં દિવસે વિપુલ ડાંગી પત્રકાર અને નિવૃત્ત આચાર્ય પી.કે.વસાવાના વરદ હસ્તે ઉદ્દઘાટન ગ્રામજનોએ કરાવ્યું હતું અને વિજ પુરવઠો શરૂ કરી લાઈટ ચાલુ કરી દેવામાં આવતાં ગ્રામજનોમાં હરખની ખુશીનો પાર રહ્યો ન હતો આખરે પત્રકારની મહેનત રંગ લાવતા ગ્રામજનોએ પત્રકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે આદિવાસી જન સેવા ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ વસાવા, ગામના આગેવાન વિરસિંગભાઈ વસાવા, જયસિંગભાઈ વસાવા, તારસીગભાઈ વસાવા, મુળજીભાઈ માકતાભાઈ વસાવા, દિવાલીયાભાઈ વસાવા, કમલેશભાઈ વસાવા,સામાજિક કાર્યકર ગોમાનભાઈ વસાવા સહિતના ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है