મારું ગામ મારાં ન્યુઝ

ટાઉનહોલ ખાતે નાગરિકોને સરકારી યોજનાઓના લાભો સ્થળ પર જ આપવા મેગા લીગલ સર્વિસીઝ કેમ્પ યોજાયો:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

પાન ઇન્ડિયા અને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મહત્તમ લોકો સુધી કાનૂની સાક્ષરતા અને અધિકારો વિશે માહિતી પહોંચાડવાનો સુંદર અભિગમ હાથ ધરાયો છે:

-જિલ્લા મુખ્ય ન્યાયાધિશશ્રી એસ.વી.વ્યાસ

વ્યારાના ટાઉનહોલ ખાતે નાગરિકોને સરકારી યોજનાઓના લાભો સ્થળ પર જ આપવા મેગા લીગલ સર્વિસીઝ કેમ્પ યોજાયો:

તાપી, વ્યારા: ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જીલ્લા કાનૂની સેવા સતા મંડળ, તાપી દ્વારા તથા તાપી જીલ્લા વહીવટી તંત્રના સહકારથી “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત નાગરીકોને મફત કાનૂની સહાયો તથા સરકારની વિવિધ યોજનાઓ વિશે માહીતગાર કરી શકાય તે માટે આજરોજ “મેગા લીગલ કેમ્પ”નું આયોજન જિલ્લા મુખ્ય ન્યાયાધિશશ્રી એસ.વી.વ્યાસના અધ્યક્ષસ્થાને તથા એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ વી.એ.બુધ્ધ, જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા, પોલીસ અધિક્ષક સુજાતા મજમુદારની ઉપસ્થિતીમાં વ્યારા સ્થિત ડૉ.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા મુખ્ય ન્યાયાધિશશ્રી એસ.વી.વ્યાસ એ જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ, લો સ્ટુડન્ટ, લીગલ સ્ટાફ સાથે મળી આ શિબીરના ઉપલક્ષમાં છેવાડાના માનવી સુધી ગામે-ગામ જઈ ડોર ટુ ડોર કેમ્પેઇન કરવામાં આવ્યા છે, જેમાં સામાન્ય લોકોને સ્પર્શતી કાયદાકિય માહિતી અને સરકારી યોજનાકીય લાભો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી, લાભાર્થીઓનો સંપર્ક કરી મફત અને સક્ષમ કાનૂની સહાય બાબતે અવગત કર્યા છે તેમ જણાવી ઉમેર્યું કે, મહત્તમ લોકો સુધી કાનૂની સાક્ષરતા અને તેમના અધિકારો વિશે માહિતી પહોંચાડવાનો આ સુંદર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. અંતે તેમણે ઉપસ્થિત તમામ નાગરિકોને કોઈપણ પ્રકારના કાનૂની

પ્રશ્ન, કાનૂની મુંઝવણ, કાનૂની સહાય કે કાનૂની સલાહ માટે નજીકના મફત કાનૂની સેવા સંસ્થાનનો સંપર્ક કરવા અપીલ કરી હતી.

અ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા તાલુકા કાનુની સેવા મંડળના ચેરમેન એ.એસ.પાન્ડે એ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં મફત કાનૂની સહાયો માટે શિબીરોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તાપી જિલ્લાનાદરેક વ્યક્તિને સક્ષમ કાનુની સહાય અને સરકારના લાભો મળે એ જ આ શિબીરોનો ઉદ્દેશ છે. વધુમાં તેમણે એક દિવસીય કેમ્પની રૂપરેખા આપી સ્ટોલ અંગે માહિતી આપી હતી. 

કાર્યક્ર્મના અંતે આભારદર્શન કરતા એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ વી.એ.બુધ્ધએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી તાપી જિલ્લાના દરેક તાલુકામાં તા.૨ ઓક્ટોબર થી ૧૪ નવેમ્બર ૨૦૨૧ના સુધી ૩-૩ વખત મફત કાનુની સાહય કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ. આ દરેક તબ્બકે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા મળેલા સહકાર માટે આભાર વ્યક્ત કરતા તેમણે વધુમાં ઉમેર્યુ કે, દરેક પોલીસ સ્ટેશન અને ટ્રાફીક બેરીગેટ ઉપર યોજનાકીય મહિતી આપતા હોર્ડીંગ લગાવવામાં આવ્યા છે તથા એફ.આઇ.આરની કોપી ઉપર પણ મફત કાનુની સહાય મેળવવા અંગે જાણકારીઓ આપવામાં આવી છે જે આવકાર્ય છે. ગ્રામ્ય ક્ક્ષાએ અધિકારી/કર્મચારીઓ સહિત તલાટી સરપંચોના પ્રયાસો માટે પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. 

કાર્યક્રમમાં વિવિધ વિભાગના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો/સહાય/ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ નાલ્સા થીમ સોંગ નિહાળ્યું હતું. 

આ કેમ્પમાં આધાર કાર્ડ, ક્રિમીલેયર સર્ટીફિકેટ, આવકના દાખલા, આયુષ્માન કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, આરોગ્ય સેવા વીજ જોડાણ, એસ.ટી. પાસ, ગંગા સ્વરૂપા સહાય ,વૃદ્ધ પેન્શન યોજના , મહિલા અને બાળ વિકાસ સેવાઓ, રેશનકાર્ડ, મતદાર યાદી સુધારણા અરજી તેમજ અન્ય યોજનાઓના દાખલા, ખેતી સંબંધી દાખલા સહિત વિવિધ યોજનાકીય માહિતી આપતા ૧૪ સ્ટોલ રાખવામાં આવ્યા હતા.  

       આ કાર્યક્રમમાં ઇંચાર્જ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના જે.વી.બુધ્ધ, પ્રાંત અધિકારી હિતેશ જોશી, જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલ, સહિત જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના અધિકારી/કર્મચારીઓ અને યોજનાકિય સ્ટોલ ઉપર સરકારી કચેરીઓના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है