મારું ગામ મારાં ન્યુઝ

ઉમરપાડાની વનરાજ હાઇસ્કુલ માં બે વિદ્યાર્થી જૂથ વચ્ચે અથડામણ :

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ સર્જનકુમાર

સુરત જીલ્લાના ગ્રામીણ અને આદિવાસી બહુલક વિસ્તાર ઉમરપાડાની વનરાજ હાઇસ્કુલ માં બે વિદ્યાર્થી જૂથ વચ્ચે અથડામણ!!!

આઇપીસી.  કલમ 324, 504,143, 144, 147, 149 તથા એટ્રોસિટી એક્ટ કલમ 3 (1).3(2)હેઠળ છ વિરુદ્ધ ગુનો દાખલ;

ધોરણ 12 માં અભ્યાસ કરતો ભાવિકકુમાર પ્રતાપભાઈ વસાવાને તેમની જ શાળામાં ભણતા છ જેટલા ભરવાડ સમાજના વિદ્યાર્થીઓએ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી જાતિ વિષયક ગાળો આપી હોવાની ફરિયાદ.

   હાલ સમગ્ર ગુજરાતમાં ગુજરાત ગુજરાતની ઓળખ કહેવાતા ગરબા ચાલી રહ્યા છે ત્યારે ઉમરપાડા તાલુકા મથકે આવેલ વનરાજ હાઇસ્કુલમાં સ્કૂલ દ્વારા ગરબાનું આયોજન કરેલ હોય જેથી સાઉન્ડ લાવી લાઉડ સ્પીકર ઉપર ગીતો વગાડી ગરબા રમતા હતા તે વખતે સાઉન્ડ વગાડનાર ભરવાડ સમાજના ગરબાઓ વગાડતો હતો, જેથી ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ આદિવાસી ટીમલી વગાડવા જણાવેલ હતું જેથી બધા વિદ્યાર્થીઓ ગરબા રમી શકે તેમ જણાવતા વનરાજ સ્કૂલમાં અભ્યાસ કરતા ભરવાડ સમાજના વિદ્યાર્થીઓ (૧).કિરણભાઈ ગાભાભાઇ ભરવાડ તથા 

(૨).ધવલભાઇ રણછોડભાઈ ભરવાડ તથા

 (૩).હરેશભાઈ રણછોડભાઈ ભરવાડ તથા 

(૪).વિશાલભાઈ કરસનભાઈ ભરવાડ તથા બીજા સાત થી આઠ વિદ્યાર્થીઓ જેમના નામની ખબર નથી તેઓ બધા એમને કહેવા લાગી ગયા કે તમે આદિવાસી સુધરવાના નથી તમે આદિવાસી ગંદાઓ  તમે તો અમારા ઘરે ચાકર આવો છો.!! તેમ કહી વિદ્યાર્થીને જાતિ વિષયક ગાળા આપી ને ત્યાં ઉપસ્થિત ભરવાડ સમાજના યુવાનો ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરતા ધોરણ -12માં અભ્યાસ કરતો ભાવિક કુમાર પ્રતાપભાઈ વસાવા રહે. ચારણી ઉમર.19 વર્ષ ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી સ્કૂલમાં થયેલી બબાલ ને વેર રાખી શાળા છૂટ્યા બાદ ભરવાડ સમાજના વિદ્યાર્થીઓ એક જગ્યા પર ભેગા થઈ ફરિયાદી ભાવિકને ઢોર માર માર્યો પોલીસ ફરિયાદમાં જણાવેલ છે સમગ્ર કેસની તપાસ સુરત ગ્રામ્ય એસ.સી એસ.ટી સેલના ડી.વાય.એસ.પી ભાર્ગવ પંડ્યા કરી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है