મારું ગામ મારાં ન્યુઝ

આખરે કાનપુરા, રામનગર સોસાયટીના ધરવેરાનો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લા મથક  વ્યારા નગરપાલિકાના વિસ્તારમાં કાનપુરા, રામનગર સોસાયટીના ધરવેરાનો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો:

તાપીઃ વ્યારાના કાનપુરા, કુંભારવાડ રામનગર સોસાયટીના રહીશોએ વર્ષ ૨૦૧૯ સુધી ગ્રામ પંચાયતમાં ઘરવેરો ભરતા આવેલ. તેમ છતા રામનગર સોસાયટીના રહીશો પાસે છેલ્લા ૧૦ વર્ષના ઘરવેરો નગરપાલિકા દ્વારા માંગવામાં આવી રહયો હતો. કોરોના કહેર વચ્ચે મોંઘવારી અને સાથે પાલિકાનો કમરતોડ ટેક્ષ આખરે સામાન્ય માનવી કરે શું ?   ગત દિવસો થી વારંવાર  રામનગરના રહીશોએ નગરપાલિકાના સત્તાધિકારીઓ પદાધિકારીઓ તેમજ લાગતા વળગતા સરકારશ્રીનાં અધિકારીઓને રજૂઆત કરવા છતાં પ્રશ્નનો ઉકેલ આવ્યો ન હતો. આખરે  એક જાગૃત નાગરિક દ્વારા માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ RTI માં માહિતી માંગતા નગરપાલિકા વ્યારાએ તા.૨૨/૦૩/૨૦૧૯ નાં પત્રથી તલાટી કમ મંત્રીશ્રી કાનપુરાને તમામ રેકોર્ડ જમાં કરાવવા તથા હવે પછી કોઈપણ પ્રકારનો ટેક્ષ વસુલવામાં ન આવે એમ ખાત્રી આપવામાં આવેલ છે.

RTI માં મળેલ આ માહિતીના આધારે કાનપુરાના આગેવાન અને સામાજિક કાર્યકર શ્રી એડવોકેટ અજયસિંહ રાજપૂતે તેમજ રામનગરનાં રહીશો સાથે ચીફ ઓફિસરશ્રી નગરપાલિકા, વ્યારાને રજૂઆત કરતા ઘરવેરો ભરવા અંગેનો ઉકેલ લાવવામાં આવેલ છે. ચીફ ઓફ્રેિસરશ્રીએ તમામને સાંભળીને તાત્કાલિક નગરપાલિકામાં બાકી વેરો ભરી દેવાની સુચના આપતા વિસ્તારના રહીશોએ રાહત અને  આનંદ અનુભવ્યો હતો, અને એડવોકેટ અજયસિંહ રાજપુત તથા ચીફ ઓફિસરશ્રીનો આભાર વ્યકત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है