
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
આમ આદમી પાર્ટીનાં ડેડીયાપાડા તાલુકા પૂર્વ મહામંત્રી અને તેમના કુટુંબ ઉપર હુમલો;
ડેડીયાપાડા તાલુકાના તાબદા ગામ ના વતની અને ડેડીયાપાડા તાલુકા આમ આદમી પાર્ટીના પૂર્વ મહામંત્રી રાજેન્દ્રભાઇ ઠાકોરભાઈ વસાવા અને તેમના ભાઈ ઉપર ઉપજાવી કાઢેલ બહાના હેઠળ મૂળ રાજકીય કિન્નખોરી સાથે હુમલાઓ કરી તેમના ભાઈ ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પોહચડવા માં આવેલ છે.
છતાં પોલીસ દ્વારા રાજકીય દબાણવશ સામાન્ય કલમો લગાડી ને કેશ ને રફેદફે કરવાં પ્રયત્નો થઈ રહ્યા હોવાથી આરોપી બહાદુરભાઈ વસાવા અને તેમના પુત્રો ઉપર ફોજદારી અધિનિયમ ની કલમ 307 ઉમેરવા માટે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા ડેડીયાપાડા મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, અને જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો, આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ભૂખ હડતાળ ની ચીમકી પણ ઉચ્ચારી છે.
આ પ્રસંગે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા આપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહેલ, નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી પૂર્વ પ્રમુખ ડૉ. કિરણ વસાવા, પૂર્વ જિલ્લા મહામંત્રી મહેશભાઈ વસાવા, પૂર્વ તાલુકા પ્રમુખ રાજેન્દ્રભાઇ વસાવા સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.