દક્ષિણ ગુજરાતમારું ગામ મારાં ન્યુઝ

૧૭૩-ડાંગ વિધાનસભા પેટા ચૂંટણી ડાંગ જિલ્લામાં  આજે મત ગણતરી યોજાશે: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

૧૭૩-ડાંગ વિધાનસભા પેટા ચૂંટણી ડાંગ જિલ્લામાં  આજે મત ગણતરી યોજાશે; ડાંગ જીલ્લામાં  નવ  ઉમેદવારોનાં મતગણતરીનો આંક સાંજ સુધીમાં સ્પસ્ટ થઇ જવાની સંભાવના;

(ડાંગ માહિતી બ્યુરો) આહવા;  ૧૭૩-ડાંગ વિધાનસભા મતદાર વિભાગની ગત રોજ  તા.૩જી નવેમ્બરના રોજ યોજાયેલી પેટા ચૂંટણીની મત ગણતરી આજે એટલે કે તા.૧૦/૧૧/૨૦૨૦ના રોજ સરકારી વિજ્ઞાન કોલેજ, આહવા ખાતે યોજાશે.

સવારના આઠ વાગ્યાથી યોજાનાર મત ગણતરી માટે કુલ ૩૬ રાઉન્ડમા મત ગણતરી હાથ ધરાશે. મત ગણતરી માટે ૧૦ ટેબલ ઉપર અંદાજીત ૧૩૦ થી વધુ કર્મચારી/અધિકારીઓ ફરજ નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે એક અલાયદા ટેબલની પણ વ્યવસ્થા કરવામા આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ મત ગણતરી વેળાએ ચુટણી નિરીક્ષકશ્રી પણ ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા આ વેળાની પેટા ચૂંટણીમા કુલ ૭૫.૦૧ ટકા જેટલુ મતદાન નોંધાયુ છે.

જિલ્લામા નોંધાયેલા કુલ ૮૯૪૧૭ પુરુષ મતદારો, ૮૮૭૬૭ સ્ત્રી મતદાર, તથા ૨ અન્ય જાતિના મતદાર મળી કુલ ૧૭૮૧૮૬ મતદારો નોંધાયા હતા. જે પૈકી ૬૬૧૭૧ પુરુષ, અને ૬૬૮૭૩ સ્ત્રી મળી કુલ ૧૩૩૦૪૪ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

અહી ૩૫૭ મતદાન મથક ઉપર ૭૪.૦૦ ટકા બુથ મતદાન નોંધાયુ હતુ. જયારે ૬૧૫ ઈ.ડી.સી. મત (ઈલેક્શન ડ્યુટી સર્ટીફીકેટ) સાથે અહી કુલ ૭૫.૦૧ ટકા મતદાન નોંધાયુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है