મારું ગામ મારાં ન્યુઝ

વ્યારા માં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ફીટ ઈન્ડિયા ફ્રીડમ રન યોજાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

“આઝાદી કા અમૃત મહોત્સવ” વ્યારા માં અંતર્ગત ફીટ ઈન્ડિયા ફ્રીડમ રન ૨.૦ યોજાઈ..

ફીટ ઈન્ડિયા કાર્યક્રમમાં ૧૫૫ યુવાનોએ ૨ કિ.મી.દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો..

આજના યુવાનો સશક્ત બને તે માટે સરકારશ્રીનો સરાહનીય પ્રયાસ,

તાપી, વ્યારા:  “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત તથા રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગરના સહયોગથી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર તાપી દ્વારા ફીટ ઈન્ડિયા ફ્રીડમ રન ૨.૦ ( ૨ કિ.મી.દોડ) નું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યારા નગરપાલિકા પ્રમુખ સેજલબેન રાણા,કારોબારી સમિતિના અધ્યક્ષ કુલીનભાઈ પ્રધાન,ચીફ ઓફિસર શૈલેષ પટેલે ફ્રીડમ રનને સિનિયર સીટીઝન હોલ, વ્યારા થી સવારે ૭-૩૦ કલાકે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અભિષેક એસ્ટેટ, તળાવ પોલીસ ચોકી, ભાવસાર કેમીકલ થઇ સિનિયબ સીટીઝન વ્યારા ખાતે દોડ સમાપ્ત થઇ હતી. ફ્રીડમ રન ૨.૦ માં ૧૫૫ થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો.

        નગરપાલિકા પ્રમુખ સહિત મહાનુભાવોએ તાપી જિલ્લાના યુવાનોને શુભકામના પાઠવી હતી. સમગ્ર ભારતમાં આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે. તાપી જિલ્લાના યુવાનો ખેલ પ્રવૃત્તિમાં જોડાય,તેમજ મજબૂત રાષ્ટ્ર નિર્માણ માટે સરકારશ્રી દ્વારા આ અભિયાન શરૂ કરાયું છે.

ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન નો મુખ્ય ઉદેશ્ય લોકો તંદુરસ્ત રહે તથા ફીટ ઇન્ડિયા કાર્યક્રમ પ્રતિ જાગૃતતા લાવવાનો છે ઉપરાંત આ સંદેશ દરેક નાગરિક સુધી પહોચાડવાનો છે. ફીટ ઈન્ડિયા ની દોડમાં ચીફ ઓફિસર શૈલેષ પટેલ, સીનીયર કોચ ચેતન પટેલ, કારોબારી અધ્યક્ષ કુલીનભાઈ પ્રધાન, વ્યારા નગરના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દોડમાં ભાગ લેનાર યુવાનોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है