શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, નર્મદા સર્જનકુમાર વસાવા
રાજપીપળા : સરકારે 1962 નંબર થી પશુ હેલ્પલાઇન ની સેવા શરૂ કરી છે જેમાં સ્ટ્રીટ ડોગ સહિતના રખડતા પશુઓ ની નિઃશુલ્ક સ્થળ ઉપર સારવાર અપાય છે પરંતુ આ સેવા નો કદાચ મોટેરાઓ પણ રખડતા જાનવરો માટે લાભ લેતા નહિ હોય તેવા સમયે રાજપીપળા માલિવાડ વિસ્તારના નાના બાળકો એ માનવતા બતાવી જેમાં ફળીયા માં રખડતા સ્વાન ના નાના ગલુડિયા ને ઇજાગ્રસ્ત જોતાજ 1962 હેલ્પલાઇન પર કોલ કરી આ બચ્ચા ને સારવાર અપાવી નવજીવન અપાવ્યુ હતું. ત્યારે આવી નાના ભૂલકાઓની માનવતા બાદ મોટેરાઓ પણ અચરજ પામી ગયા હતા, અને માલિવાડ વિસ્તારના આ ભૂલકાઓ ની માનવતા ને બિરદાવી હતી.
આ બાબતે ઘટના સ્થળે સારવાર અર્થે આવેલા 1962 ટીમના ડોક્ટર પ્રિન્સકુમાર અને પાયલોટ નૈનેશભાઈ એ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી તેમને નાના છોકરાઓના ફોન આવ્યા હતા અને તે તાત્કાલિક સ્થળ ઉપર આવીને કુતરાના બચ્ચાને સારવાર આપી હતી.