મારું ગામ મારાં ન્યુઝ

રાજપીપળાના માલિવાડ વિસ્તારના બાળકોએ 1962 પશુ હેલ્પલાઇનમાં કોલ કરી ગલુડિયાને સારવાર અપાવી માનવતા મહેકાવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, નર્મદા સર્જનકુમાર વસાવા

રાજપીપળા : સરકારે 1962 નંબર થી પશુ હેલ્પલાઇન ની સેવા શરૂ કરી છે જેમાં સ્ટ્રીટ ડોગ સહિતના રખડતા પશુઓ ની નિઃશુલ્ક સ્થળ ઉપર સારવાર અપાય છે પરંતુ આ સેવા નો કદાચ મોટેરાઓ પણ રખડતા જાનવરો માટે લાભ લેતા નહિ હોય તેવા સમયે રાજપીપળા માલિવાડ વિસ્તારના નાના બાળકો એ માનવતા બતાવી જેમાં ફળીયા માં રખડતા સ્વાન ના નાના ગલુડિયા ને ઇજાગ્રસ્ત  જોતાજ 1962 હેલ્પલાઇન પર કોલ કરી આ બચ્ચા ને સારવાર અપાવી નવજીવન અપાવ્યુ હતું. ત્યારે આવી નાના ભૂલકાઓની માનવતા બાદ મોટેરાઓ પણ અચરજ પામી ગયા હતા, અને માલિવાડ વિસ્તારના આ ભૂલકાઓ ની માનવતા ને બિરદાવી હતી.

આ બાબતે ઘટના સ્થળે સારવાર અર્થે આવેલા 1962 ટીમના ડોક્ટર પ્રિન્સકુમાર અને પાયલોટ નૈનેશભાઈ એ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી તેમને નાના છોકરાઓના ફોન આવ્યા હતા અને તે તાત્કાલિક સ્થળ ઉપર આવીને કુતરાના બચ્ચાને સારવાર આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है