મારું ગામ મારાં ન્યુઝ

માંગરોળ તાલુકાનાં કેટલાંક ખેડૂતોએ DGVCL કચેરી ખાતે ખેતી વિષયક વીજ પુરવઠા પ્રશ્ને હલ્લાબોલ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી

માંગરોળ તાલુકાનાં માંગરોળ,આમનડેરા, ગીજરમ, વેરાકુઈ, ડુંગરી, ભીલવાડા,વકીલપરા, ટીમ્બરવા સહિત નાં ગામોનાં જે ખેડૂતોએ ખેતી વિષયક વીજ જોડાણો મેળવ્યા છે. એમને નિયમિત વીજપુરવઠો મળતો ન હોવાની રાવ સાથે આજે તારીખ ૨ નવેમ્બરનાં માંગરોળ, DGVCL કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. માંગરોળ કચેરીનાં નાયબ કાર્યપાલક ઈજનેર નયનભાઈ ચૌધરીને મળી આ ખેડૂત પ્રતિનિધિ મંડળે રજુઆત કરી કે ઉપરોક્ત ગામોનાં જે ખેડૂતોએ ખતી વિષયક વીજ જોડાણો મેળવ્યા છે. એ ખેડૂતોને પુરા આંઠ કલાક વીજ પુરવઠો મળતો નથી. સાથે જ મોટા ભાગની ખેત વિષયક વીજ લાઈનો જૂની હોય વારંવાર વીજપુરવઠો ખોરવાઈ જવાનાં બનાવો બની રહ્યા છે. ઘણી વીજ લાઈનો ઉપરથી વીજ તારોની ચોરીઓના બનાવો વધી રહ્યા છે. ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે અમારી ફરિયાદો કચેરીમાં આપ્યા પછી પણ દિવસો સુધી ફરિયાદોનો નિકાલ કરવામાં આવતો નથી. હાલમાં પણ ઘણા ખેડૂતોનાં જોડાણો બંધ છે. તો બીજી તરફ ખેતરોમાં જે પાકો કરવામાં આવ્યા છે એને પાણીની જરૂરત છે, ત્યારે ખેડૂતોને વીજપુરવઠો ન મળતાં પાકો નિષ્ફળ જશે એમ ખેડૂતો માની રહ્યા છે.આ પ્રશ્ને માંગરોળ DGVCL કચેરીનાં નાયબ કાર્યપાલક ઈજનેર નયનભાઇ ચૌધરીએ જણાવ્યું કે ખેડૂતોએ જે પ્રશ્નોની રજુઆત કરી છે. એ પ્રશ્નો દિન દશમાં હલ કરી દેવામાં આવશે. આ પ્રસંગે ચંદુભાઈ એમ વસાવા, શશીકાંત પટેલ,ઇંદ્રિસ મલેક વગેરે ખેડૂતો હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है