મારું ગામ મારાં ન્યુઝ

મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે નવનિર્મિત “ડો.બાબાસાહેબ આંબેડકર” ભવનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જીલ્લા મથક વ્યારા ખાતે  ડો.બાબાસાહેબ આંબેડકર ભવન, નવા બસ સ્ટેન્ડ ની સામે, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે સવારે ૧૦.૦૦ કલાકે નવ નિર્મિત “ડો.બાબાસાહેબ આંબેડકર”  ભવનનો લોકાર્પણ વિધિ કાર્યક્રમ યોજાયો હતો,

ડૉ. આંબેડકર ભવન, વ્યારા જિ.તાપીનું તા.૦૯/૦૩/૨૦૧૯ના રોજ માન.મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર સામાજિક ન્યાય અને અધિકારીતાના વરદ  હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું, 

કુલ ૩૬૧ લાખ ના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન, વ્યારા જિ.તાપીનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો,

શ્રી ઇશ્વરભાઇ પરમાર, માન.મંત્રીશ્રી, સામાજિક ન્યાય અને અધિકારીના વિભાગના અધ્યક્ષપદે તથા વરદહસ્તે યોજાનાર છે. સદરહુ ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવનનું આજરોજ લોકાર્પણ કરી પ્રજાના ઉપયોગ માટે  ખુલ્લો મુકવામાં આવ્યો હતો.  

ભવનમાં થનાર પ્રવૃત્તિઓ :- . આ હોલ અનુસૂચિત જાતિઓ સહિત નબળા વર્ગોના ઉત્કર્ષ માટેની પ્રવૃત્તિઓ કરવા તેમજ સામાજીક ન્યાય માટે સામાજીક સાસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો સમેલનો અને સમારભોની ઉજવણી માટે તેમજ મીટીંગના હતુ માટે સરકારી/અર્ધ સરકારી બોર્ડ/નિગમો તેમજ સ્વૈચ્છિક સામાજીક, સાહિત્યિક સંસ્થાઓને સરકારશ્રી દ્વારા નક્કી કરેલ દરથી ભાડે આપવામાં આવશે, ડો બાબાસાહેબ આબેડકર ભવન સામાજિક સમરસતાનું શ્રેષ્ઠ પ્રતિક બની રહેશે,

ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનમાં લાયબ્રેરીની સવલત ઉભી  કરવામાં આવશે જેમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરના જીવન સંલગ્ન  પુસ્તકો તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિધાર્થીઓને ઉપયોગી પુસ્તકો અને સાહિત્ય વસાવવામાં આવશે, 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है