મારું ગામ મારાં ન્યુઝ

ભૂતબેડા ગામના પરિવારને નડ્યો અકસ્માત; એકજ પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવતા ગામમાં શોકની કલીમાં :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  નર્મદા સર્જનકુમાર

દેડિયાપાડા તાલુકાના ભૂતબેડા ગામના પરિવારને નડ્યો અકસ્માત; એકજ પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવતા આખા ગામમાં શોકની કલીમાં :
સુનિલભાઈ વસાવા પોતાની મોટરસાયકલ લઈને પોતાની સાસરી વેડછા ગામ ખાતે જઈ રહ્યા હતા.
ત્યારે નિગટ ગામ પાસે સ્વીફ્ટ કાર નંબર જી.જે. ૦૬, એચ. એલ. ૫૮૬૭ ના ચાલાકે પોતાના કબ્જાની સ્વીફ્ટ કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સુનિલભાઈ વસાવાની મોટરસાયકલ સાથે એક્સીડન્ટ કરતા પત્ની કોકિલાબેન વસાવા અને પુત્ર રીયાન નું સ્થળ પર દુઃખદ મૃત્યુ થયું હતું.

દેડીયાપાડા નિંગટનાં રામેશ્વર હોટલ સામે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં ભૂતબેડા ગામનાં એક જ પરિવારના 4 સભ્યોના કરુણ મોત નીપજ્યા હતાં, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાર ચાલક નશામાં હોવાની ચર્ચા;

 

અકસ્માત થયેલી કાર માંથી બિયરની બોટલો, ટીન મળી આવ્યા હતાં.
હાલમાં ચાલતી વિધાનસભાની ચૂંટણી ટાણે તમામ ચેક પોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં દારૂ ક્યાંથી આવ્યો પોલીસ માટે તાપસનો વિષય!!!

 

 

 

આને પોલીસની બેદરકારી કહી શકાય કે પછી છુપા આશીર્વાદ???? તે તપાસનો વિષય છે,

દેડિયાપાડા તાલુકાના નિગટ ગામ પાસે હાઇવે રોડ પર ગત સાંજના સમયે ભૂતબેડા ગામના સુનિલભાઈ
જેઠાભાઇ વસાવા ઉંમર વર્ષ આશરે ૨૮ તથા તેમની પત્ની કોકિલાબેન સુનિલભાઈ વસાવા ઉંમર વર્ષ આશરે ૨૭ પુત્ર રીયાન સુનિલભાઈ વસાવા ઉંમર આશરે ૦૪ વર્ષ પુત્રી રૂતવી સુનિલભાઈ વસાવા ઉંમર વર્ષ આશરે ૦૧ વર્ષ સુનિલભાઈ વસાવા પોતાની મોટરસાયકલ લઈને પોતાની સાસરી વેડછા ગામે જઈ રહ્યા હતા. ત્યારે એક નિગટ ગામ પાસે સ્વીફ્ટ કાર નંબર જી.જે. ૦૬, એચ. એલ. ૫૮૬૭ ના ચાલાકે પોતાના કબ્જાની સ્વીફ્ટ કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સુનિલભાઈ વસાવાની મોટરસાયકલ સાથે એક્સીડન્ટ કરતા પત્ની કોકિલાબેન વસાવા અને પુત્ર રીયાન નું સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે સુનિલભાઈ વસાવાને રાજપીપળા સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે એક્સીડન્ટ માં બચી ગયેલી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા વડોદરા દવાખાને ખસેડતા રસ્તામાં મોત નીપજ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે, એકજ ઘરના ૪ કમકમાટી ભર્યા મોત નીપજ્યા જેને કારણે ભૂતબેડા ગામમાં  શોકનું વાતાવરણ સર્જાયું છે.

સ્વીફ્ટ કાર ચાલક વિરૂધ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની કામગીરી ચાલુ છે. સાથેજ સરકારી સિવિલ હોસ્પિટલ દેડિયાપાડા ખાતે ભૂતબેડા ગામના અને વેડછા ગામના લોકો ઉમટી પડ્યા હતા.

જીલ્લા પોલીસ વડા તાત્કાલિક ઘટના સ્થળે પોહચી તાગ મેળવ્યા હતા,  સાથે જ  સામાજિક આગેવાન એવા ચૈતર વસાવા તાત્કાલિક ઘટના સ્થળે પોહચી ગયા હતા, અને ગાડી માંથી ૫ પેટી વિદેશી  દારૂ અને બીયરના ટીન અને મોબાઈલ  મળી આવ્યા હતા,  જેનો ઉલ્લેખ દાખલ થયેલી ફરિયાદમાં નહિ કરતા જવાબદાર અધિકારીએ તે વાતનો ખુલાશો પબ્લિક સામે આપ્યો હતો. 

હવે જોવું રહયું અકસ્માત ગ્રસ્ત આદિવાસી પરિવારને ન્યાય મળે છે કે પછી દોષીઓને છાવરવામાં આવે છે,

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है