મારું ગામ મારાં ન્યુઝ

પાછલાં બે વર્ષમાં ૩૧૦૬ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ મળ્યા સપનાના ઘર:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

પ્રધાન મંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ મારા જેવા અનેક બેઘર લોકોને ઘર મળ્યા છે.:” પુષ્પાબેન વી. ચૌઘરી( લાભાર્થી)

તાપી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૩૧૦૬ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ મળ્યા સપનાના ઘર:

વ્યારા-તાપી: આવાસ એ માનવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની પાયાની જરૂરિયાત છે.એક સામાન્ય નાગરીક માટે પોતાની માલિકીનું ધર હોવુંએ આર્થિક રીતે ધણી મહત્વની બાબત બની જાય છે અને તેનાથી તેને સામાજીક સલામતીનો અનુભવ થાય છે સાથે સાથે તેનો મોભો પણ વધે છે. માથે છાપરૂં ન હોય એવી વ્યક્તિના જીવન માં ઘર એક મોટું સામાજીક પરિવર્તન લાવે છે તેનાથી તેની આગવી ઓળખ ઉભી થાય છે અને તે તેની આસપાસના સમાજનો અભિન્ન ભાગ બની જાય છે.
આદિવાસી વિસ્તારમાં ગરીબીરેખા નીચે જીવતા તેમજ સુવિધાથી વંચિત કુંટુબોને ગરીબીરેખા ઉપર લાવવા અને પાયાની સુવિધા સાથે સ્વમાનભેર જીવન ગુજારવાનો અને પગભર કરવાના શુભ આશય સાથે સરકારશ્રી દ્વારા ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત પ્રધાન મંત્રી આવાસ યોજના(ગ્રામીણ) જેવી અનેક મહત્વકાંક્ષી યોજના અમલમાં મુકેલ છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત પ્રધાન મંત્રી આવાસ યોજનાનો મુખ્ય આશય જે પરિવારોના ઘર નથી, અથવા કાચા અને જર્જરિત મકાન છે તેઓને આવાસ નિર્માણ હેતુથી સહાય આપવાના છે.
તાપી જિલ્લો ગુજરાત રાજ્યના છેવાડાનો જિલ્લો છે. ડોલવણ તાલુકો તાપી જિલ્લાના સાત તાલુકાઓ પૈકી મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતો કુંટુબોનો બનેલો છે. પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ તાપી જિલ્લામાં વર્ષ ૨૦૨૦-૨૧ હેઠળ ડોલવણ તાલુકાના કુંભીયા ગામના રહેવાસી પુષ્પાબેન વી. ચૌઘરી પોતાના અનુભવો જણાવે છે કે, અગાઉ અમે કાચા મકાનમા પરિવાર સહિત જીવન ગુજારતા હતા. જેના કારણે અમને ચોમાસા દરમિયાન વરસાદમાં છત કાચી હોવાથી ક્યારે ઘર ટુટી પડેશે તેવી ભીંતી રહેતી હતી. અન્ય ઋતુમા ભયંકર ઠંડી, ગરમીનો પણ સામનો કરવો પડતો હતો. જેના કારણે વિવિધ મુશ્કેલીઓ સામે સંઘર્ષ કરવો પડતો હતો. પરંતું સરકારશ્રીના પીએમએવાય(ગ્રા)-યોજનાના લાભ મળતા અમારુ વર્ષ ૨૦૨૦-૨૧માં પાકુ મકાન બનાવવામાં મદદ મળી છે. જેમાં અમને મકાન બાંધકામ માટે રૂપિયા ૧,૨૦,૦૦૦/- મકાનના બાંધકામ પુરુ થતા હપ્તા અનુસાર મળ્યા છે. આ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા યોજના હેઠળ મકાન બાંધકામ માટે કુલ-૨૧,૫૧૦/- મજુરી ખર્ચે આમ કુલ-૧,૪૧,૫૧૦/- રૂપિયાના લાભ દ્વારા અમે અમારા સપનાનું ઘર બાંધી શક્યા છે. મકાનમાં રસોડા, રૂમ, શૌચાલય, બાથરૂમ, આંગણું, હોલનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ મારા જેવા અનેક બેઘર લોકોને ઘર મળ્યા છે. જેના માટે અમે સરકારશ્રીના જીવનભર આભારી રહીશું.”
તાપી જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ- ૩૧૦૬ લાભાર્થીઓને પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ પાકા મકાન અને બાંધકામની મજુરીનો લાભ મળ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ બનાવવા માટે આવાસ દીઠ લાભાથીને રૂ. ૧,૨૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર છે. આ ઉપરાંત રૂ. ૧૨,૦૦૦/- સુધીની વધારાની સહાય સ્વસ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ આપવામાં આવશે. તેમજ મનરેગા યોજના સાથે કન્વર્ઝન કરી ૯૦ દિવસની મજુરી પેટે આવાસ બાંધકામ માટે રૂ. ૨૧,૫૧૦/- સુધીની વધારાની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત છ માસમાં આવાસ પૂર્ણ થાય તો રૂ. ૨૦,૦૦૦/- ની આવાસ પ્રોત્સાહક સહાય આપવામાં આવશે. આમ કુલ રૂ. ૧,૭૨,૬૧૦/- સહાય મળવાપાત્ર થાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની યોજનાઓના સંકલન દ્વારા શૌચાલય, પાણી, વિજળી, રસ્તા વગેરે પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવે છે.
આ યોજના હેઠળ લાભાર્થી પરિવારને પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભની સાથે-સાથે વિજ કનેકશન, ઉજજવલા યોજના હેઠળ ગેસ કનેકશન,સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ શૌચાલય અને બાથરૂમ, આમ અન્ય સરકારી યોજનાના કનવઝૅન સાથે વિવિધ લાભો અને સહાય આપવાથી તાપી જિલ્લાના તમામ લાભાર્થીઓના જીવનધોરણ ઉપર લાવવામાં અને ખરા અર્થમા વંચિત પરિવારો માટે આ યોજનાઓ આશીર્વાદરૂપ સાબિત થયેલ છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है