મારું ગામ મારાં ન્યુઝ

નેત્રંગ ખાતે ડિમોલેશન અસરગ્રસ્તો દ્વારા બીજી વાર રાજ્યપાલને રજૂઆત કરાઈ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , નર્મદા સર્જનકુમાર 

નેત્રંગ ખાતે ડિમોલેશન અસરગ્રસ્તો દ્વારા બીજી વાર રાજ્યપાલને રજૂઆત કરાઈ: 

નેત્રંગ ખાતે ડીમોલેશનનો ભોગ બનેલા પરિવારોએ સોમવારે નેત્રંગ મામલદાર અને ગુજરાતના રાજ્યપાલને ઉદ્દેશી આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર સરકારે ડીમોલેશન કર્યા બાદ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ મદદ પોહચાડી નથી.

નેત્રંગ રેલ્વે ડીમોલેશનમાં નેત્રંગના રહીશોના લગભગ 368 કરતાં વધુ ઘરો તોડવામાં આવ્યાં હતા. જેમાંથી 500 થી વધુ લોકો બેઘર બન્યા છે. ભોગ બનેલા અસરગ્રસ્ત લોકો સરકાર સામે મદદની પોકાર કરી રહ્યાં છે. તે સાથે આગળ આપેલા આવેદનપત્રમાં સરકારી બાબુઓ અને નેતાઓ અનાજ અને બીજી સુવિદ્યા પૂરી પાડવામાં માટે મૌખિક ખાતરી આપી હતી. હવે આટલા લાંબા સમયે તંત્ર કે મોટાં ગજાના કહેવાતા નેતા કે કોઈ મદદે આવ્યુ નથી. જ્યાં અસરગ્રસ્ત પરિવારોએ ફરી સોમવારે આપેલા આવેદનપત્ર રજુઆત કરી હતી.

સુરતના ઉધનામાં ડીમોલેશન થયુ તો ત્યાં સરકારે આઠ લાખની સહાય અને જમીન પૂરી પાડી છે ત્યારે નેત્રંગમાં ડીમોલેશન થયું તો શું ત્યાં અલગ કાયદો લાગુ પડયો ? હજુ સુધી સરકાર મદદે કેમ પોહચી નથી. સરકારે ડીમોલેશનનો આદેશ આપ્યો તેના પૂરાવાની પણ માંગણી કરી હતી. આમ, સરકાર અને તંત્રએ લોકોની ઘોર અવગણના કરી છે. કલેક્ટર અને સરકારે યોગ્ય નિર્ણય લઈ આ બેઘર થયેલાં પરિવારો માટે વિચારવું જ રહ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है