મારું ગામ મારાં ન્યુઝ

નિઝર તાલુકા પંચાયતમાં અધિકારીઓની બેદરકારી દ્વારા એક પરિવાર લાચાર: અન્ય કિસ્સાઓ સામે આવે તો નવાઈ નહી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નિઝર હિતેશ નાઈક 

નિઝર તાલુકાના એક ગામમાં એક જ નામના બે લાભાર્થી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રથમ હપ્તો એક લાભાર્થીને બીજો હપ્તો બીજા લાભાર્થીને ચૂકવાયો હોવાનો ચોંકાવનારો અને બેદરકારીયુક્ત કિસ્સો બહાર આવ્યો: 

   શું ગરીબ પરીવાર સાથે કુર મજાક કરવામાં આવ્યું છે કે પછી બદઈરાદા પૂર્વક આવુ કૃત્ય કરવામાં આવ્યું છે જે તાલુકા વિકાસ અધિકારી માટે તપાસનો વિષય:

જીલ્લા કચેરી થી દુર દરાજ નિઝર તાલુકો હોય કંઈક અલગ જ તાલુકા કચેરી માં રંધાય તો નથી રહયું ને… આપની જાણ બહાર….જીલ્લા વિકાસ અધિકારી સાહેબ..?

નિઝર: તાપી જિલ્લાના છેવાડાનો તાલુકો નિઝર તાલુકા પંચાયતના બાંધકામ શાખાના કર્મચારીઓની ભુલના કારણે કહો કે પછી ખરેખર લાભાર્થી કોણ છે. એની તપાસ કર્યા વગર જ નિઝર તાલુકાના એક ગામમાં એક જ નામના બે વ્યકિત હોય બંન્ને ગરીબ પરીવારના હોવાથી પ્રધાનમંત્રી આવાસ યોજના મંજુર થતા ખરો લાભાર્થી કોણ ?. જેમા એક વ્યક્તિનુ  પ્રધાનમંત્રી આવાસ યોજના મંજુર થતા ખુશખુશાલ થઈ લાભાર્થીએ પોતાનું કાચું હોય રૂપિયા ની સગવડતા કરીને પાયો ખોદીને પિન્ટ લેવલ પાયો ચણતર કરી દીધો હોય અને પ્રથમ ૩૦૦૦૦/ હજારનો હપ્તો પણ વિભાગ દ્વાર સરળતા થી ચૂકવાય ગયો હોવાનું જાણવા મળ્યું છે. 

  જયારે બીજો હપ્તો આપવાનો થતો હોય ત્યારે બીજો લાભાર્થી એજ નામનો અને એ જ ગામનો વ્યકિતને બીજો હપ્તો પાયા લેવલ પિન્ટ સુધીના બાંધકામ કરનાર લાભાર્થીને નામે બીજાને ચૂકવવામાં આવેલ હોવાનું જણાયું આવ્યું છે. તો પછી આ બંન્ને પેકિ ખરેખર લાભાર્થી કોણ છે.? એ ગામના તલાટી કે સરપંચ તથા બાંધકામ શાખાના અધિકારીએ તપાસ કર્યા વગર જ પ્રથમ હપ્તો ચૂકવી દેતા  બંન્ને પરિવાર અટવાઈ પાડ્યા  હોવાનું જણાયું છે. એક તરફ મળતી માહિતી મુજબ શાખા દ્વારા પહેલો હપ્તો ચૂકવાયો તે વ્યક્તિ નો વાંક શું કે હાલ ધમકી આપી પઠાણી ઉઘરાણી કરાય રહી છે..?

       પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રથમ લાભાર્થીએ પોતાનું કાચું છાપરું તોડી પાડી દીધું હોય અને પિન્ટ સુધી બાંધકામ કરી નાખવામાં આવ્યું ત્યાં સુધી કેમ ના ખબર પડી તે પણ તપાસનો વિષય બને છે શું ગરીબ પરીવાર સાથે કુર મજાક કરવામાં આવ્યું છે કે પછી બદઈરાદા પૂર્વક આવુ કૃત્ય કરવામાં આવ્યું છે જે તપાસનો વિષય છે. શું તાલુકા વિકાસ અધિકારી આ બાબતે ચૌકકસ લાભાર્થીને લાભ આપશે કે પછી વાલાદવલા કરવામાં આવશે એ તો સમય જ કહેશે.

 તાલુકા પંચાયત કર્મચારીએ તથા અધિકારે જીઓ ટેકિંગ કયા લાભાર્થીનાં સ્થળ નાં કર્યા તે પણ તપાસનો વિષય છે. જયારે સ્થળ તપાસ કેમ કરવામાં આવ્યું છે કે કેમ ..? મકાનના બાંધકામ પાયા સુધી આવી ગયું ત્યાં સુધી શું તલાટી સરપંચને કેમ ખબર ન પડી..? વગેરે પ્રશ્ન ઉપસ્થિત થાય છે.

 કર્મચારીઓની ભૂલ હોય કે પછી બીજા કોઈની પરંતુ ગરીબ પરીવાર ચોમાસાની ઋતુ સામે રોપણી વાવણી માટે બિયારણ ખરીદવાનો ખર્ચ, જમીન સાફ સફાઈ કરવાનો ખર્ચ, જેવાં અનેક કામોના મસમોટા ખર્ચાઓ વર્ષમાં આજ સીઝનમાં કરતાં હોય છે તેવાં સમયે મજબુર થયો હોય તેમ જણાય આવે છે. જેની તટસ્થ તપાસ થાય અને લાભાર્થીને ન્યાય મળે તે જરૂરી બન્યું છે.

વધુમાં અત્રે ઉલ્લેખનીય છેકે તાલુકામાં આ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પણ આવા બીજાં અનેક કિસ્સાઓ બહાર આવે તો નવાઈ નહીં..!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है