
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
નેચરલ વિલેજ ગ્રૂપ – નર્મદા દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજી નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી;
દેડીયાપાડા: નેચરલ વિલેજ ગૃપ – નર્મદા દ્રારા ગુણીયલ નવરાત્રી ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક વિસ્તારનાં ગામો કણજી,વાંદરી, માથાસર, અને ખાલનાં બાળકો, યુવાનોને વિવિધ કલાઓનું પ્રોત્સાહન મળી શકે તે હેતુસર વિવિધ સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવરાત્રી પર્વને સંબોધી પારંપરીક અને સાંસ્કૃતિક રીતે ઉજવણીનાં ભાગરૂપે રંગોલી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, ફૂલહાર ગુથનાની સ્પર્ધા, રાસગરબાની સ્પર્ધા, દાંડીયા-રાસ સ્પર્ધા, પારંપરિક સાંસ્કૃતિ પોશાક પહેરવેશની સ્પર્ધાઓ યોજી સ્થાનિક વિસ્તારમાં કલાનું પ્રદર્શન થઈ શકે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક વિસ્તાર નું કાર્યરત નેચરલ વિલેજ ગૃપ – નર્મદા દ્વારા આવા વિવિઘ સેવાકીય અને સમાજ કલ્યાણ કર્યોમાં સેવા આપી રહ્યું છે. ત્યારે નેચરલ વિલેજ ગૃપ – નર્મદાનાં અધ્યક્ષ ભરત એસ તડવીએ વિસ્તારથી જણાવ્યું કે આ સ્થાનિક સમાજને પ્રાથમિક જરૂરિયાતો અને માર્ગદર્શન થી વંચિત હોવાથી ઘણી સમસ્યાઓ સર્જાય છે, તેથી આ “નેચરલ વિલેજ ગૃપ- નર્મદા”દ્રારા સ્થાનિક વિસ્તારને પ્રાથમિક અવરનેશ પોહચાડી સમાજ ઉત્થાન અને નિર્માણના કાર્યોમાં એક કદમ આગળ વધી રહ્યું છે, ત્યારે આ નવરાત્રી પર્વ દેશ દુનિયામાં ઉજવાય રહ્યો છે તેના ભાગરૂપે “ગુણીયલ નવરાત્રી 2022” ની ઉજવણી કરવામાં આવી હતી.