
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા તાલુકાના મોઝદા ખાતે સેવા સેતુ નો કાર્યક્ર્મ યોજાયો;
જીલ્લા માં યોજાતા આઠમા સેવા સેતુ ના કાર્યક્રમો થકી સરકારી યોજનાઓ ના લાભ અને વ્યકિતગત પ્રશ્ર્નો ના તત્કાલ નીકાલ હાથ ધરાયા;
રાજ્ય સરકાર દ્વારા લોકો ને સરકારી યોજનાઓ ના લાભ ઘર આંગણે મળી રહે તેમની સમસ્યાઓ ના તત્કાલ નિરાકરણ થાય એ માટે ગ્રામ્ય કક્ષાએ સેવા સેતુ ના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહયા છે, જે અંતર્ગત આઠમા તબ્બકા નો સેવા સેતુ નો કાર્યક્ર્મ નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા તાલુકા ના મોઝદા ગામ ખાતે યોજાયો હતો.
ડેડીયાપાડા તાલુકા ના મોઝદા ખાતે આયોજીત સેવા સેતુ કાર્યક્રમમા માજી વન મંત્રી મોતિસિંગ વસાવા, ડેડીયાપાડા ના પ્રાન્ત અધિકારી ઉકાની, તાલુકા વિકાસ અધિકારી , તાલુકા પ્રમુખ તારાબેન , જીલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ તા.સભ્ય રમેશભાઈ ભરતભાઈ, સરપંચ દિપસીગભાઈ તથા મામલતદાર અને મોટી સંખ્યા મા લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા ,
આ પ્રસંગે લોકો ના અનેક પ્રકારના પ્રશ્નો આવ્યાં હતાં જેનું નિરાકરણ કરવા સંલગ્ન જેતે વિભાગો ને સુચના આપવામાં આવી હતી.