શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
શ્રી ઉન્નતિ વિદ્યા મંદિર સોલીયા ખાતે મહિલાઓના હેલ્થ અને હાઇજીન જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો;
દેવ ફાઉન્ડેશન અને નીડ હોમ ટેકનિકલ એજ્યુકેશન વડોદરા દ્વારા મહિલાઓને સેનેટરી નેપકીનનું વિતરણ કરાયું;
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સામાજીક જવાબદારીના ભાગરૂપે નીડ હૉમ ટેકનીકલ એજ્યુકેશન, વડોદરા દ્વારા આરોગ્ય મહિલા હેલ્થ અને હાઇજીન પ્રોજેક્ટ અંતર્ગત નર્મદા ડીસ્ટ્રીક ની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતી છોકરીઓ માટે મહિલાઓના હેલ્થ અને હાઇજીન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે દેડીયાપાડા નાં શ્રી ઉન્નતિ વિદ્યા મંદિર સોલિયા ખાતે નીડ હોમ ટેકનીકલ એજ્યુકેશન, વડોદરા દ્વારા મહિલાઓને સેનેટરી નેપકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નીડ હોમ ટેકનીકલ એજ્યુકેશન, વડોદરા નાં પ્રમુખ શ્રીમતી. સિધ્ધિ મજમુદાર દ્વારા તેમના NGO ની વિવિધ સેવાકિય પ્રવૃતિઓ વિષે માહિતી આપી હતી અને ભવિષ્યમાં પણ વિવિધ સેવાકિય પ્રવૃતિઓ કરતું રહેશે તેમ પણ જણાવ્યું હતું.