મારું ગામ મારાં ન્યુઝ

નજીવી બાબતે માતાએ ઠપકો આપતા યુવતીએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

નવાગામ (પાનુડા ) માં જમવાનું બનાવવા બાબતે માતાએ ઠપકો આપતા યુવતીએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું;

 ડેડીયાપાડા નાં નવાગામ(પાનુડા) માં જમવાનું બનાવવા બાબતે માતા એ ઠપકો આપતાં યુવતીએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હતું.

મરણ જનાર ભદ્રીકાબેન વિનોદભાઇ વસાવા ઉ.વ. ૨૦ ઘરકામ રહે. નવાગામ (પાનુડા) નિશાળ ફળિયુ તા.ડેડીયાપાડા જી-નર્મદા તા ૧૨ જૂન નાં રોજ સાંજ પોતાના ઘરે હતા તે વખતે તેમની માતા સરસ્વતી બહેને કહેલ કે, “તારા પપ્પા સવારના ટ્રેકટર ઉપર ગયેલ એ અને આખો દિવસ જમ્યા પણ નથી અને તુ હજુ સુધી ઊંઘ્યા કરે છે” અને ખાવાનું પણ બનાવતી નથી તેમ કહી ઠપકો આપતા મરણ જનાર ભદ્રીકા બહેન ને મન દુ:ખ થતાં પોતાના ઘરમાં મુકેલ ઘાંસ મારવાની ઝેરી દવા પી ગયેલ જેથી તેમનું મોત નીપજ્યું છે આ બાબતે તેમની માતાએ આપેલ ખબર મુજબ પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है