દક્ષિણ ગુજરાત

કૃષિ ઇજનેરી અને ટેક્નોલોજી કોલેજ તથા પોલીટેકનિક કૃષિ ઈજનેરીનાં સયુંક્ત NSS એકમ દ્વારા વાર્ષિક શિબિરનું આયોજન:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ડેડીયાપાડા કૃષિ ઇજનેરી અને ટેક્નોલોજી કોલેજ તથા પોલીટેકનિક કૃષિ ઈજનેરીનાં સયુંક્ત એન.એસ.એસ.એકમ દ્વારા વાર્ષિક શિબિરનું આયોજન કરાયું;

નર્મદા: નવસારી કૃષિ યુનિવર્સીટી સંલગ્ન ડેડીયાપાડા સ્થિત કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ તથા પોલીટેકનિક કૃષિ ઇજનેરી, ડેડીયાપાડાના સંયુક્ત એન.એસ.એસ.એકમ દ્વારા તા.૧૩/૦૩/૨૦૧૩ થી તા.૧૯/૦૩/૨૦૨૩ સુધી ખાસ વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. આ શિબિર ડેડિયાપાડા તાલુકાના નવાગામ ગામમાં યોજાયેલ હતી. શિબિર માં સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં રાખીને સાફસફાઇ, જન જાગૃતિ રેલી, લોક સંપર્ક, વિવિધ સ્પર્ધાઓ, સાંસ્કૃતિક અને મનોરજક કાર્યક્રમો યોજાયા હતા. આ શિબિરમાં ડેડિયાપાડા કૃષિ ઇજનેરી અને ટેક્નોલોજીના ૨૦ અને પોલીટેકનિક કૃષિ ઇજનેરીના ૨૫, કુલ ૪૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો, NSS વિદ્યાર્થીઓ દ્વારા સ્વેચ્છિક રીતે નવાગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સમૂહ ભોજન કરવામાં આવ્યું હતું અને રમતગમતને લગતી ભેટ પ્રોત્સાહન રૂપે આપવામાં આવી હતી. શનિદેવ ફાઉન્ડેશનના સભ્ય કશ્યપભાઈ અને ગ્રુપ દ્વારા નવાગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભણતર ને લગતી ભેટ પ્રોત્સાહન રૂપે આપવામાં આવી હતી અને જરૂરતમંદ ગ્રામજનોને મદદ કરાઈ હતી.

શિબિર દમિયાન સ્વયંસેવકોએ ગ્રામજનોમાં જાગૃતિ લાવવા માટે જનજાગૃતિ રેલીઓ પણ કાઢી હતી. આ ઉપરાંત સ્વયંસેવકોએ શેરીનાટક દ્વારા ગ્રામજનોનું મનોરંજન ની સાથે સાથે જાગૃતી કેળવવાનો પ્રયત્ન કર્યો હતો. સ્વયં સેવકોએ માર્ગ અકસ્માત અટકાવો, પાકૃતિક ખેતી, ખેતીના આર્ધાત્મક ઉપકરણો,Value added Products by CAET/PAE વ્યસનમુક્તી, મતદાન જાગૃતિ,seminar on GPSC,POCSO Act, મહિલા શક્તિરણ,બેટી બચાવો બેટી પઢાઓ,વગેરે વિષયો ઉપર શેરી નાટકો ૨જુ કર્યા હતા.

 સ્વયંસેવકોએ ગ્રામજનો સમક્ષ જઇ Unemployment and Uneducated youth અંગે survey પણ કર્યું હતું, સ્વયંરોવકોએ ગ્રામજનો સમક્ષ ખેતીને લગતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે NAU,Navsari નિર્મિત આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવાની વિવિધ પદ્ધતિઓ દર્શાવી હતી. તમામ સ્વયં સેવકોએ ગામમાં જન જાગૃતિ માટે પ્રશંસનીય કામગીરી હાથ ધરી હતી, જે દરમ્યાન ગ્રામજનોનો સારો એવો સહકાર મળ્યો હતો.

કાર્યક્રમની પુર્ણાહુતિમાં કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજના આચાર્યશ્રી અને ડીન ડૉ.એસ.એચ સેંગર, પોલીટેકનિક કૃષિ ઇજનેરીના આચાર્યશ્રી અરુણ લક્કડ તથા કૃષિ કોલેજના તમામ પ્રાધ્યાપકશ્રી હાજર રહયા હતા. 

સ્વયંસેવકો દ્વારા શિબિરના સફળ સંચાલન માટે નવાગામ ગામના સરપંચશ્રી વિભૂતિબેન શૈલેષભાઇ વસાવા, પ્રામિક શાળાના આચાર્યશ્રી રતીલાલભાઈ વસાવા, તમામ સ્ટાફગણશ્રી, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરાયો હતો. શિબિર નું સંચાલન ઇજ.વિભૂતી પટેલ NSS પ્રોગ્રામ ઓફિસર, CAET અને ડૉ.મેઘના વર્મા, NSS પ્રોગ્રામ ઓફિસ૨ PAEના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતું.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है