મારું ગામ મારાં ન્યુઝ

દેડીયાપાડા તાલુકામાં આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચીત અનેક ગામો વિકાસની રાહ જોઈ બેઠાં છે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

ગ્રુપ ગ્રામપંચાયત સામોટ વિકાસનાં કામોની ગેરરીતિઓથી તાલુકા વિકાસ અધિકારી અજાણ?

દેડિયાપાડા તાલુકાના શીશા ગામનાં જાગઠા ફળિયાનાં યુવકો અને યુવતીઓએ શ્રમયજ્ઞ કરને જાતે જ રસ્તો બનાવ્યો છે. જવાબદાર વિભાગ અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં સામોટ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા રસ્તો નહીં બનાવવામાં આવતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો, માનવામાં નહીં આવે પણ આ ગામ ગુજરાત રાજ્યમાં આવેલ નર્મદા જીલ્લાનું જ છે! અહીંના લોકો આજે પણ છે પ્રાથમિક સુવિધાઓથી વંચીત:

નર્મદા : દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટીના ડુંગરોમાં વસતાં અસંખ્ય ગામડાંઓ ‌છે જેને આ એકવીસમી સદીમાં પણ રસ્તોઓ, પાણી, વિજળી, મોબાઈલ કનેક્ટીવીટી મળતી નથી, રોજ ગારી મળતી નથી, શિક્ષિત યુવાનો બેકાર છે, આદિવાસીઓ ગરીબ છે લાચાર છે, ગુજરાત નું એક એવું ગામ જ્યાં આજે પણ વિકાસની રાહ જોઈ ને બેઠાં છે લોકો: આદિવાસી વિસ્તારમાં થતાં વિકાસ કામોની સમીક્ષામાં છાબરડા! જવાબદાર કોણ? 

પ્રાપ્ત માહિતી મુજબ દેડિયાપાડા થી ૪૦ કિ.મી. દૂર પર હીલ સ્ટેશન સામોટ ગામની ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ થયેલ શીશા ગામ આવેલું છે, શીશા ગામનું જાગઠા ફળિયું ત્યાંના આદિવાસીઓ સરકારની તમામ યોજનાઓ થી વંચિત છે. શીશા ગામનાં મુખ્ય રસ્તા થી જાગઠા ફળિયામાં જવા માટે આઝાદીના ૭૪ વર્ષોના વાહણા વાયા છતાં ડુંગરમાં આવેલા જાગઠા ફળિયામાં જવા માટેનો રસ્તો આજ દિન સુધી એકદમ કાચો છે, પગ દંડી જેવો રસ્તો છે, ત્યારે જાગઠા ફળિયાનો રસ્તો બનાવવા યુવાનોએ ઘણી વાર સામોટ ગુપ ગ્રામપંચાયતને રજુઆત કરવામાં આવી હતી છતાં રસ્તો બનાવવામાં આવ્યો નથી: અને અહીંનું સ્થાનિક તંત્ર પણ ભર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે, અને નાં છૂટકે જાગઠા ફળિયાના યુવાનો અને યુવતીઓએ ત્રિકમ, પાવડા, તગરા લઈને શ્રમયજ્ઞ કરીને જાગઠા ફળિયાનો રસ્તો માટી ખોદીને રસ્તો બનાવ્યો છે આ જાગઠા ફળિયાના યુવાનો અને યુવતીઓ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે, ગામનાં આદિવાસી કાંતિકારી યુવક, યુવતીઓની આ રસ્તો બનાવવાની કામગીરીને ગામ લોકો બિરદાવી રહ્યા છે, અને હવે જોવું એ રહ્યું કે સ્થાનિક તંત્ર આ બાબતે ધ્યાન આપે છે કે નઈ?  અગર જવાબદાર  અધિકારીઓ ધ્યાનમાં ન લેતો ગ્રામજનો ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવાના મૂડમાં . 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है