મારું ગામ મારાં ન્યુઝ

દેડિયાપાડાને મોવી સાથે જોડતા સ્ટેટ હાઇવે પર ચોમાસામાં નાળું તૂટી જતાં છ માસથી રસ્તો ભારે વાહનો માટે બંધ હાલત માં :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

દેડિયાપાડાને મોવી સાથે જોડતા સ્ટેટ હાઇવે પર ચોમાસામાં નાળું તૂટી જતાં છ માસથી રસ્તો ભારદારી વાહનો માટે બંધ: 

        દેડીયાપાડા મોવી વચ્ચે ભારે વરસાદના કારણે નાળુ તૂટી ગયું હતું જે છ માસ બાદ પણ નાં બનાવતાં ભારે વાહનો માટે રસ્તો બંધ રહેતાં વેપારી આલમ માં ભારે રોષ અને નારાજગી જોવાં મળી રહી છે, 

કાયદા નાં જાણકાર વકીલ દ્વારા જણાવ્યુ કે કોઈપણ સ્ટેટ હાઇવે માત્ર એક માસ માટે જ બંધ કરી શકાય છે,  પરંતુ ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચે જોડતો રસ્તો છ માસ થી બંધ હોવાં થી માલ વાહક વાહનો, મોટી ટ્રકો અને ટેમ્પા નાં ભાડા બમણા થઈ ગયા.

પ્રાપ્ત વિગત મુજબ વિગત ચોમાસામાં ભારે વરસાદના કારણે મુવી દેડીયાપાડા વચ્ચેનું એક નાનકડા નાળાનું ધોવાણ થયું હતું જેના કારણે તાત્કાલિક અસરથી ભારે વાહનો બંધ કરી દેવા મા આવ્યા હતા અને છતાં પણ સ્ટેટ હાઇવે નાં સત્તાવાળા ઓ નું પેટનું પાણી નથી હાલતું હજુ પણ આ રસ્તો મોટાં વાહનો માટે બંધ હાલત માં છે જેના કારણે દેડીયાપાડા સાગબારા સેલંબા અને મહારાષ્ટ્ર નાં મોટાં વાહનો ને 40 કિમી નેત્રંગ થી ફરીને જવું પડે છે જેથી માત્ર જિલ્લામાંથી જ આવતો કોઈ પણ જથ્થો દેડીયાપાડા સાગબારા ખૂબ જ મોંઘા ભાવે મળે છે કારણ કે 40 કિલોમીટર જેટલો લાંબો  ફેરાવો કરવાંમાં ખૂબ જ ડીઝલ સમય નો વ્યય થાય છે અને જીલ્લા નું અંતર વધી જાય છે છતાં પણ સ્તરે હાઇવે નાં પીડબ્લ્યુડીના સત્તાવાળાઓ દ્વારા આ રોડ ચાલુ થાય તે વખતે કોઈ ધ્યાન ન આપવામાં આવતા વેપારી આલમ માં રોષની લાગણી ફેલાય છે અને આ જ રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પણ મુખ્ય રસ્તા હોવાથી તાત્કાલિક ધોરણે આ નાળાનું રીપેર કરીને આ રોડ ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે આ બાબતે પી ડબ્લ્યુ ડી ના સત્તાવાળા ઓ દ્વારા જીલ્લા સમાહર્તા ને પણ ગેરમાર્ગે દોરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેથી આ જાહેરનામું પણ તાત્કાલિક બંધ કરાવી તાત્કાલિક ધોરણે આ રોડ નું કામ કરાવવું જોઈએ તેવી લોકમાંગ પ્રબળ બની છે,

     અત્રે પણ ઉલ્લેખનીય છે આ રોડ પરથી માત્ર પેસેન્જર વાહનો અને ગુજરાત સરકારની પેસેન્જર બસ જ જાય છે તે સિવાય રાત્રિના સમયે રાત્રિના અંધકારનો લાભ લઈને મોટા વાહનો પણ આ રોડ પરથી પસાર થાય છે જેમાં કેટલાક જવાનો રોકડી કરીને પણ મોટા વાહનોને રાત્રે પાસ કરાવે છે આમ કેટલાક જાણ ભેદો આ રોડ નો લાભ લે છે અને મોટાભાગના લોકો વંચિત રહે છે જેથી આ ફરિયાદ ઊભી થવા પામી છે,

       સામાન્ય રીતે સ્ટેટ હાઇવે ને પંદર દિવસથી એક મહિના સુધી જ માત્ર બંધ કરી શકાય છે અને કલેક્ટર જેવા સત્તાધિકારીને પણ જાહેરનામું પ્રગટ કરી એક માસ સુધીનો જ કોઈપણ સ્ટેટ હાઇવે નો માર્ગ બંધ કરી શકાય છે કે જેથી આ છેલ્લા છ માસ ઉપરથી આ સ્ટેટ હાઇવે બંધ છે જેના કારણે ભારદારી વાહનો ને બમણો ખર્ચ સહન કરવાનો વારો આવે છે અને સમયનો વ્યય થાય છે જેથી મોંઘવારીમાં પણ વધારો થાય છે.

  પત્રકાર :  દિનેશ વસાવા, ડેડીયાપાડા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है