મારું ગામ મારાં ન્યુઝ

તાપી ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઇ:

નેશનલ હાઇવે ઉપર અન-અધિકૃત ગેપને તાત્કાલિક બંધ કરાવવા જરૂરી: કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયા

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઇ:

નેશનલ હાઇવે ઉપર અન-અધિકૃત ગેપને તાત્કાલિક બંધ કરાવવા જરૂરી: કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયા

વ્યારા:  તાપી જિલ્લાની “ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટી”ની બેઠક કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઇ હતી. બેઠકમાં ગત બેઠકના નિર્ણયોનાં એક્શન ટેકન રીપોર્ટની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જિલ્લામાં માર્ગ અકસ્માત, મૃત્યુ, ઈજાનાં આકડાનું અવલોકન, વર્ષ-૨૦૧૯ની સરખામણીએ વર્ષ-૨૦૨૧માં માર્ગ અકસ્માત તથા તેમાં થતા મૃત્યુ અને ઇજાઓની સંખ્યામા થયેલ વધારાને અંકુશમાં લાવવા બાબતે તમામ સ્ટેક હોલ્ડર વિભાગો દ્વારા જરૂરી કાર્યવાહી, એન્ફોર્સમેન્ટ ઓફ લો, રોડ એન્જીનીયરીંગ સબંધિત મુદ્દાઓ, જન જાગૃતિ તથા પ્રચાર પ્રસાર, એન.એચ.-૫૩ પર યુ ટર્ન (median cut exists) સંદર્ભે કરેલ કાર્યવાહી તથા કાઉન્સિલના સભ્યો દ્વારા સુચવ્યા હોય તેવા મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

અધ્યક્ષસ્થાનેથી કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, તાપી જિલ્લામા રોડ અકસ્માત ઘટે તે માટે લોકોને ટ્રાફિકના નિયમોના પાલન અંગે જાગૃત કરવા, સોનગઢ ખાતે ઉકાઇ રોડ ઉપર બ્રિજ નીચેથી પાસ થતા મોટા કન્ટેનરોને બ્રિજ પહેલા બેરીયર ગોઠવી હાઇટ અંગે બોર્ડ લગાવવામાં આવે તથા દરેક નેશનલ હાઇવે ઉપર અન-અધિકૃત ગેપને તાત્કાલિક બંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવા સંબંધિત વિભાગને સૂચનો કર્યા હતા. આ ઉપરાંત વ્યારા નગરના ટ્રાફિક અંગે ઓડ-ઇવન ડેઇઝના પાર્કીંગ માટે જરૂરી સર્વે હાથ ધરવા અને સોનગઢ નગર માટે વૈકલ્પિક પાર્કીંગની જગ્યાએ પાર્કીંગ કરવા માટે લોકોને અગવડ ના પડે તે મુજબ નજીકના સ્થળોને નાના-નાના સ્થળો આઇડેન્ટીફાય કરવા કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા.
બેઠકમાં તાપી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે હાઇવે ઉપર સાઇન બોર્ડ મુકવા અંગે તથા માયપુર ગામ પાસે રોડ  અકસ્માત નિવારવા વધારે સ્પીડ બ્રેકર મુકવા, માંડળ  ગામથી રોંગ સાઇડ ઉપર આવતા વાહનો માટે અવેરનેસ ડ્રાઇવ, ટુ વ્હીલર ચાલકોને હેલમેટ પહેરી વાહનનો ઉપયોગ કરવા અને ખાસ રાત્રી દરમિયાન પણ સ્પીડ ચેકીંગની ડ્રાઇવ ચલાવવા અંગે સંબંધિત અધિકારીશ્રીઓને સુચનો કર્યા હતા.
સમગ્ર બેઠકનું સંચાલન એ.આર.ટી.ઓ ઓફીસરશ્રી દિનેશ ચૌધરીએ કર્યું હતું.
બેઠકમાં કા.પા.ઇ સ્ટેટ મનીષ પટેલ, કા.પા.ઇ પંચાયત એસ.એમ.બારોટ, નગરપાલિકા ચીફ ઓફીસર સોનગઢ પૂર્વી પટેલ, એસ.ટી.ડેપો મેનેજરશ્રી તથા અન્ય ટ્રાફીક પોલીસ વિભાગ અને આર.ટી.ઓ વિભાગના અધિકારીઓ/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है