મારું ગામ મારાં ન્યુઝ

ડાંગ બેઠક નુ સામાન્ય વિધાનસભા ચૂંટણી-2022 નુ પરિણામ જાહેર :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

૧૭૩-ડાંગ (S.T.)વિધાનસભા મતવિસ્તારનુ આ રહ્યુ પરિણામ :

ડાંગ,આહવા : ૧૫મી ગુજરાત વિધાનસભાની યોજાયેલી સામાન્ય ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામો બાદ, ૧૭૩-ડાંગ (S.T.) બેઠકના ઉમેદવાર શ્રી વિજયભાઈ રમેશભાઈ પટેલ BJP નો ૧૯,૬૭૪ મતે વિજય થવા પામ્યો છે.

જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આજે આહવાની સાયન્સ કોલેજ કોલેજ ખાતે સવારે ૮ વાગ્યાથી કુલ-૧૪ ટેબલો ઉપર હાથ ધરાયેલી મત ગણતરી દરમિયાન, ૨૪ રાઉન્ડ બાદ ભાજપાના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલને ૬૨,૫૩૩ મતો મળ્યા હતા. જ્યારે તેમના નજીકના હરીફ ઉમેદવાર શ્રી મુકેશભાઈ ચંદરભાઈ પટેલ (INC) ને ૪૨,૮૫૯ મતો મળવા પામ્યા છે. આમ, વિજેતા ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલને ૧૯,૬૭૪ મતોની લીડ પ્રાપ્ત થઈ છે. 

વિસ્તૃત પરિણામ ઉપર નજર કરીએ તો, ૧૭૩-ડાંગ (S.T.) બેઠક ઉપર ત્રીજા નંબરે શ્રી સુનિલભાઈ ચંદુભાઈ ગામીત (AAP) ને ૨૦,૮૨૨, ચોથા નંબરે ૧૯૧૦ (NOTA), પાંચમા નંબરે શ્રીમતી સંગીતાબેન મહેશભાઈ આહિરે (BSP) ને ૧૪૬૮, છઠ્ઠા નંબરે શ્રીમતી એસ્તરબેન કેશરભાઈ પવાર (અપક્ષ) ને ૧૧૦૩ મતો, તથા સાતમા નંબરે શ્રી નિલેશભાઈ શિવાજીભાઈ ઝાંબરે (BTP) ને ૮૪૭ મતો મળવા પામ્યા છે. 

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ ૧૭૩-ડાંગ બેઠકની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિર્વિઘ્ને પાર પાડવા બદલ જિલ્લાના તમામ પક્ષો, તેમના કાર્યકરો, ચૂંટણી એજન્ટો, ઉમેદવારો, મીડિયા કર્મીઓ, અને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારી/કર્મચારીઓનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है