મારું ગામ મારાં ન્યુઝ

ડાંગ જિલ્લા પંચાયતની 18 સીટ માટે 81 ઉમેદવારે ફોર્મ ભર્યા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, રામુભાઇ માહલા 

ડાંગ જીલ્લાનાં ત્રણ તાલુકા પંચાયતની 48 બેઠક માટે 199 ઉમેદવારે દાવેદારી નોંધાવી હતી. જયારે  ડાંગ જિલ્લા પંચાયતની 18  સીટ માટે 81 ઉમેદવારે ફોર્મ ભરાયા:

સાપુતારા ડાંગ જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો માટે 81 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જ્યારે આહવા, વઘઈ અને સુબીર તાલુકા પંચાયતની કુલ 48 બેઠક માટે 199 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે.

ડાંગ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ દ્વારા શનિવારે ફોર્મ ભરવાની અંતિમ તારીખે ડાંગ જિ.પં.ની કુલ 18 બેઠક માટે 81 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. જ્યારે ત્રણેય તાલુકાની 48 બેઠક માટે કુલ 199 ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યા હતાં. ડાંગ જિલ્લા પંચાયતની કુલ 18 બેઠક માટે ભાજપ પક્ષ દ્વારા બે દિવસ પહેલાં જ ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં ફોર્મ ભરવાની 8 થી 11 તારીખ સુધી એકપણ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હતું. ગતરોજ જિલ્લાની બેઠકો માટે તમામ પાર્ટીઓએ કુલ 39 ફોર્મ ભર્યા હતાં. જ્યારે શનિવારે જિલ્લાની બેઠકો માટે 42 ફોર્મ ભરવામાં આવ્યાં હતાં. આમ જિલ્લાની 18 બેઠક માટે કુલ 81 ઉમેદવારે દાવેદારી નોંધાવી હતી. જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર તાલુકાની 16-16 સીટ માટે છેલ્લાં બે દિવસમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. જેમાં આહવા તાલુકામાં 69, વઘઇ તાલુકા 62 અને સુબીર તાલુકામાં 68 ફોર્મ ભરાયાં હતાં. જે ત્રણેય તાલુકા પંચાયતની કુલ 48 બેઠક માટે 199 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है